December 26, 2024

કેલિફોર્નિયામાં હિંદુ મંદિર પર હુમલો, દીવાલો પર ‘હિંદુ ગો બેક’નાં સૂત્રો લખ્યાં

Hindu Temple: અમેરિકામાં ફરી એકવાર મંદિરને નિશાન બનાવવાના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ 10 દિવસમાં આ બીજી વખત છે જ્યારે કોઈ હિન્દુ ધાર્મિક સ્થળ પર હુમલો થયો છે. સ્વામિનારાયણ મંદિરમાં બુધવારે પણ હિન્દુ વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. બદમાશોએ લખ્યું હતું ‘હિન્દુઓ ગો બેક’. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક શબ્દો પણ લખવામાં આવ્યા હતા.

પાઈપલાઈન કાપી નાંખી
સ્થાનિક અધિકારીઓને આ વિશે માહિતી મળતાની સાથે તેઓએ સ્થળ પર જઈને તપાસ શરૂ કરી હતી. અધિકારીઓએ મંદિર પર તપાસ કરતા માહિતી મળી કે મંદિર સાથે જોડાયેલ પાઈપલાઈન પણ કપાઈ ગઈ હતી. આ પહેલા ન્યૂયોર્કના સ્વામી નારાયણ મંદિરમાં પણ આવો બનાવ બન્યો છે. અમેરિકામાં હિંદુ મંદિર પર થયેલા હુમલા પર BAPS પબ્લિક અફેર્સે ‘X’ પર લખ્યું, છેલ્લા 10 દિવસમાં ન્યૂયોર્ક, સેક્રામેન્ટો અને CA વિસ્તારમાં અમારા મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. હિંદુ વિરોધી સૂત્રો લખીને અપવિત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: શોએબ જમાઈના વીડિયોથી હિમાચલમાં રાજકીય ગરમાવો

ચિંતા વ્યક્ત કરી હતી
આ બનાવ પર યુએસ કોંગ્રેસમેન રો ખન્નાએ કહ્યું કે હિંદુ અમેરિકનો પ્રત્યે આ પ્રકારની નફરત અને બર્બરતા ભયાનક અને નૈતિક રીતે ખોટી કહેવાય. ન્યાય વિભાગે આ અપ્રિય ગુનાઓની તપાસ ચોક્કસ કરવી જોઈએ. જવાબદાર લોકો કાયદાની સંપૂર્ણ હદ સુધી જવાબદાર હોવા જોઈએ.