December 31, 2024

નસરાલ્લાહ બાદ, ઇઝરાયલે હાશિમ સફીદ્દીનને પણ મોતને ઘાટ ઉતાર્યો

Israel airstrikes: હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહને માર્યા પછી, ઇઝરાયલી સેનાએ થોડા દિવસોમાં જ હવાઈ હુમલામાં નવા હિઝબુલ્લાના વડા હાશિમ સફીદ્દીનને પણ મારી નાખ્યો. હાસિફ સફીદ્દીન જ્યારથી હિઝબુલ્લાના વડા બન્યા ત્યારથી તે ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. તે કોઈના સંપર્કમાં નહોતા. ઈઝરાયલી સેનાએ હવાઈ હુમલામાં તેની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ હિઝબુલ્લાહ અત્યાર સુધી આ વાતની પુષ્ટિ કરી રહ્યું નથી. હવે, લગભગ 3 અઠવાડિયા વીતી ગયા પછી, હિઝબુલ્લાએ હાશિમ સફીદીનની પણ હત્યાની પુષ્ટિ કરી છે.

હિઝબુલ્લાએ બુધવારે જાહેરાત કરી હતી કે તેના ટોચના સભ્યોમાંથી એક હાશિમ સફીદ્દીન ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. હાશિમ સફીદીન સંસ્થાના વડા હસન નસરાલ્લાહનું સ્થાન લેશે, જે ગયા મહિને ઇઝરાયેલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. ઇઝરાયેલે કહ્યું કે આ મહિનાની શરૂઆતમાં બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં તેના એક હુમલામાં સફીદ્દીન માર્યો ગયો તેના એક દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના કેટલાક ટોચના સભ્યો માર્યા ગયા છે.