મ્યાનમાર-થાઇલેન્ડ બાદ હવે નેપાળમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 5.0ની તીવ્રતા નોંધાઇ

Nepal Earthquake: મ્યાનમાર-થાઇલેન્ડ બાદ હવે નેપાળમાં આજે સાંજે 7:52 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0 નોંધાઈ હતી. હાલમાં આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ, ઉત્તર ભારતમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. નેપાળ વિશ્વના સૌથી વધુ સક્રિય ભૂકંપીય ક્ષેત્રોમાંનું એક છે, જ્યાં ભૂકંપનું જોખમ સતત રહે છે.

નોંધનીય છે કે, શુક્રવારે (28 માર્ચ, 2025)ના રોજ આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે મ્યાનમાર અને થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ભારે વિનાશ થયો હતો. તે દિવસે, નેપાળમાં પણ સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા બિહાર, સિલિગુડી અને ભારતના અન્ય પડોશી વિસ્તારોમાં અનુભવાયા હતા.