December 18, 2024

મોરબી બાદ હવે વડોદરા દુર્ઘટના, શું દ્વારકામાં પણ થશે?

ગુજરાતમાં મોરબી બ્રિજ અકસ્માતની સાથે વડોદરામાં બોટ પલટી જવાની મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં પિકનિક પર ગયેલા 1૪ નાના બાળકો સાથે ખાનગી શાળાના બે શિક્ષકોના મોત થયા હતા. શાળાએ 750 રૂપિયાની પિકનિક ફી સાથે વાલીઓની સંમતિ લીધી હતી. પોલીસે આ મામલે 18 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે, હરણી બોટ દુર્ઘટના મામલે વધુ 3 આરોપીની કરાઈ અટકાયત કરાઇ છે. હરણી લેક ઝોનના સંચાલક શાંતિલાલ સોલંકીની અટકાયત પણ અટકાયત કરવમાં આવી છે. આ દૂર્ધટના મામલે અત્યાર સુધી 5 આરોપીઓની અટકાયત કરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચના ACP ની અધ્યક્ષતામાં તપાસ થઈ રહી છે. માહિતી અનુસાર બોટમાં 14 લોકોની બેઠક ક્ષમતા હતી પરંતુ તેમાં 29 મુસાફરો સવાર હતા. તે જ સમયે, બોટ પર લાઇફ જેકેટ પણ ઉપલબ્ધ નહોતું. હજુ પણ આ દુર્ઘટના મામલે એક બાળક લાપત્તા છે. આ અકસ્માત બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરીથી કડક પગલાં લેવા જણાવ્યું હતું, મોરબીની ઘટના બાદ સરકાર દ્વારા આવા જ નિવેદનો આપવામાં આવ્યા હતા. વડોદરાની હ્રદયદ્રાવક ઘટનામાંથી તંત્રના અધિકારીઓ કંઇક બોધપાઠ લેશે કે પછી આમ જ ચાલશે તે ખબર નથી.

 

ક્યાં સુધી સુરક્ષા સાથે ચેડા થશે?
વડોદરા અકસ્માતમાં અત્યાર સુધીની તપાસમાં જે પાસાઓ સામે આવ્યા છે. તેમાંથી સૌથી મોટું પાસું એ છે કે બોટમાં લોકો ક્ષમતા કરતાં વધારે પ્રમાણે બેઠા હતા અને બીજી બાજુ લાઈફ જેકેટ અને લાઈફ ગાર્ડની વ્યવસ્થા સ્થળ પર ઉપલબ્ધ ન હતી. ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે કે સ્કૂલના એક શિક્ષકે વધુ વિદ્યાર્થીઓને બોટમાં બેસવા દેવાની ના પાડી દીધી હતી, પરંતુ બોટ ચલાવતા યુવકોએ કહ્યું કે આ તેમનું રોજનું કામ છે. નિષ્ણાતોએ પણ એવુ કહ્યું કે હરણી લેકમાં જો પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હોત તો આટલા બાળકોનો જીવ ન ગયો હોત. વડોદરાની ઘટના બાદ સુરક્ષાની ખાતરી કરવાની જવાબદારી તંત્રની છે, પરંતુ વડોદરાના તંત્રએ કોઇ સુરક્ષા બાબતે ખાતરી કરી ન હતી અને બેદરાકરીને કારણે નાના ભૂલકાઓને જીવ ગયો છે. હાલમાં આ અકસ્માત બાદ ગુજરાતના દ્વારકાનો વિડીયો વાયરલ થયો છે જેમાં બોટમાં બેસાડવાની સંખ્યા કરતાં વધારે લોકો ને બેસાડ્યા છે જે ઘણા સવાલો ઉભા કરી રહ્યા છે.

250 લોકો હોવા છતાં માત્ર ચાર-છ લાઇફ જેકેટ
વડોદરા અકસ્માત બાદ દ્વારકાનો વીડિયો ચર્ચામાં આવ્યો છે. બેટ દ્વારકામાં ચાલતી બોટની બેદરકારી સામે આવી છે. બેટ દ્વારકામાં ચાલતી આ બોટમાં તેમની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, એક બોટમાં 200 થી 250 લોકો હોવા છતાં માત્ર ચાર-છ લાઇફ જેકેટ જ છે. આ વીડિયો શૂટ કરનાર પૂજા માકડિયાના જણાવ્યા અનુસાર વડોદરામાં બોટના લોકોએ શિક્ષકોને જે દલીલ આપેલી હતી જેવી જ દલીલ બેટ દ્વારકામાં બોટવાળાઓએ અમને આપી છે. પૂજાના કહેવા પ્રમાણે, હું બોટમાં નાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત હતી, તેથી મેં વીડિયો શૂટ કર્યો હતો. યુવતીના કહેવા પ્રમાણે, ઘણી બોલાચાલી પછી પણ બોટ ચલાવી રહેલા યુવક પર કોઈ અસર થઈ ન હતી. જ્યારે તેણે વીડિયો બનાવીને હંગામો મચાવ્યો ત્યારે બોટ ચલાવતા યુવકે વધુ લોકોને બેસાડ્યા હતા. વડોદરા અકસ્માત બાદ પૂજાબેન માકડિયાનો આ વીડિયો ચર્ચામાં છે.

આ પણ વાંચો : હરણી દુર્ઘટના મામલે તંત્ર હવે જાગ્યું, એસ.આઈ.ટીની રચના કરી

તંત્રની સુરક્ષા પર ભરોસો કેમ કરવો?
સવાલ એ છે કે પહેલા મોરબી બ્રિજ દુર્ઘટના અને હવે વડોદરા બોટ દુર્ઘટના બાદ જવાબદારો જવાબદારી લેશે કે પછી હજુ નિર્દોષ લોકો જીવ ગુમાવતા રહેશે. અકસ્માતો બાદ સરકારે  નિવેદન આય્યું કે આ ઘટના મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગુનેગારોને બક્ષવામાં નહીં આવે છે. બીજી બાજુ વડોદરા અકસ્માતમાં શાળા સંચાલકો પર સવાલો ઉઠી રહ્યા છે કે તેઓએ તેમની સલામતીનું સ્તર સુનિશ્ચિત કર્યું ન હતું, જેના કારણે ૧૪ બાળકોના મોત થયા હતા. જ્યારે આ બાળકોની ખોટ તેમના પરિવારોને તેમના બાકીના જીવન માટે ડાઘ છોડી દે છે, અને શાળાના અન્ય બીજા વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા છે.