November 14, 2024

વિદેશમાં MDH અને એવરેસ્ટ મસાલા પ્રતિબંધ બાદ કેન્દ સરકાર એક્શનમાં…

અમદાવાદ: હોંગકોંગ અને સિંગાપુરમાં ભારતીય કંપની MDH પ્રાઈવેટ લિમિડેટ અને એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટસ લિમિડેટ કરી મસાલાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ બાદ કેન્દ્ર સરકારે આ બંને બ્રાંડના મસાલાના સેમ્પલ ટેસ્ટિંગ માટે નિર્ણય લીધો. કેન્દ્ર સરકારે ફૂડ કમિશ્નરને આ બંને બ્રાંડના મસાલા માટે સેમ્પલ ભેગા કરવા માટે કલેક્ટરને આદેશ કર્યા. હોંગકોંગે બંને કંપનીઓ પ્રોડક્ટસમાં કાર્સિનોજેનિક પેસ્ટિસાઈડ એથિલીન ઓક્સાઈડની માત્રા વધુ હોવાનું જણાવ્યું હતું. એ બાદ સિંગાપુરે આ બ્રાંડના મસાલા પર પ્રતિબંધ લગાવ્યો. આ પ્રોડક્ટમાં રહેલા પેસ્ટિસાઈડની વધુ માત્રાના કારણે કેન્સર થવાનો ખતરો વધી જાય છે.

માહિતી અનુસાર કેન્દ્ર સરકારે ફૂડ કમિશ્નરોએ દેશની બધી મેન્યુફેક્ચરિંગ યૂનિટમાં મસાલાના સેમ્પલ લેવા માટે આદેશ આપ્યા છે. દેશના બધા ફૂડ કમિશનરે એલર્ટ કરવામાં આવ્યા છે. મસાલાના સેમ્પલ કલેક્ટ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્રણથી ચાર દિવસમાં દેશની બધી મસાલા પ્રોડક્શન યૂનિટમાંથી સેમ્પલ લેવામાં આવશે.

આ પણ વાંચો: શાનદાર તેજી સાથે માર્કેટ બંધ, મિકડેપ 49000ને પાર

આ પહેલા હોગકોંગના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, MDH ગ્રુપના ત્રણ મસાલા મિક્સ-મદ્રાસ કરી પાઉડર, સાંભર મસાલા પાઉડર અને કરી પાઉડરમાં કાર્સિનોજેનિક પેસ્ટિસાઈડ એથિલીન ઓક્સાઈડની માત્રા વધારે મળી છે. રૂટીન સર્વિલેન્સ પ્રોગ્રામ અંતર્ગત એવરેસ્ટનું ફિશ કરી મસાલામાં પણ પેસ્ટિસાઈડ મળી આવ્યું છે.