January 2, 2025

T20 વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ અનુષ્કાની પોસ્ટ વાયરલ, વિરાટના કર્યા વખાણ

Anushka Sharma Note for Virat Kohli: બાર્બાડોસમાં 29 જૂને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલ રમાઈ હતી. જ્યાં ભારતે આફ્રિકાને 7 રને હરાવી ટ્રોફી જીતી હતી. વર્ષોથી આતુરતા પૂર્વક જોવાતી રાહનો અંત લાવીને ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે અમે ચેમ્પિયન છીએ. ટીમ ઈન્ડિયાની જીત પર બોલિવૂડમાં પણ ઉજવણી જોવા મળી રહી છે. જ્યાં એક તરફ તમામ સેલેબ્સે અભિનંદનની વર્ષા કરી છે. બીજી તરફ અભિનેત્રી અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલી માટે એક ખાસ નોટ લખી છે.

વિરાટ કોહલી માટે અનુષ્કા શર્માની ખાસ નોંધ
T-20માં ભારતની જીત બાદ અનુષ્કા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે પોસ્ટ કરી છે. જેમાં એક અભિનેત્રીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. તો બીજામાં અભિનેત્રીએ પતિ વિરાટ માટે ખાસ નોંધ લખી છે. અનુષ્કાએ બીજી પોસ્ટમાં વિરાટ માટે લખ્યું- અને…હું આ માણસને પ્રેમ કરું છું. હું તમને મારું ‘ઘર’ કહેવા માટે ખૂબ નસીબદાર છું. હવે જાઓ અને ઉજવણી કરવા માટે મને સ્પાર્કલિંગ પાણીનો ગ્લાસ લાવો. વિરાટ કોહલી માટે અનુષ્કા શર્માની આ ક્યૂટ અને ખાસ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને કેમ ન જોઈ T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ? જીત બાદ આવ્યા આંખમાં આસું

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

અનુષ્કા શર્માએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા

અનુષ્કા શર્માએ પણ ટીમ ઈન્ડિયાની જીત બાદ ઈમોશનલ પળોની કેટલીક તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. અભિનેત્રીએ કેપ્શનમાં એમ પણ લખ્યું – ‘ટીવી પર તમામ ખેલાડીઓને રડતા જોઈને અમારી પુત્રીની સૌથી મોટી ચિંતા એ હતી કે દરેકને ગળે લગાવવા માટે કોઈ છે… હા, મારા પ્રિય તેને 1.5 અબજ લોકોએ ગળે લગાવી છે. કેટલી અદ્ભુત જીત અને કેટલી સુપ્રસિદ્ધ સિદ્ધિ!! ચેમ્પિયન્સ-અભિનંદન.