November 23, 2024

દિલ્હી, અમદાવાદ બાદ હવે જયપુરની શાળાઓને મળ્યા ધમકી ભર્યા ઈમેઈલ

અમદાવાદ: નોઈડા અને અમદાવાદ બાદ હવે જયપુર પણ તોફાની તત્વોના નિશાના પર છે. આજે જયપુરની ઘણી મોટી શાળાઓને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. જેમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જયપુરમાં બોમ્બ વિસ્ફોટની વરસી પર મળેલા આ ઈમેલોએ પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને સક્રિય કરી દેવામાં આવી છે. શાળાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

જે શાળાઓમાં ઈમેલ મળ્યા છે ત્યાં પોલીસની ટીમો પહોંચી ગઈ છે. સ્નિફર ડોગ ટીમ સાથે પહોંચેલી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે શાળાને ખાલી કરાવી તપાસ શરૂ કરી હતી. જયપુરના પોલીસ કમિશ્નર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે, અત્યાર સુધી ચાર મોટી શાળાઓને બોમ્બની ધમકી મળી હોવાના અહેવાલ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે પોલીસની ટીમો શાળાઓમાં પહોંચી ગઈ છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોને શાળામાંથી બહાર કાઢીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઈ-મેઈલ મોકલનારને ઓળખવાના પ્રયાસો થઈ રહ્યા છે.

આ પણ વાંચો: કેએલ રાહુલના સમર્થનમાં આવ્યો વિરેન્દ્ર સેહવાગ, LSG માલિકને આપ્યો ઠપકો

આ દરમિયાન ડીસીપી ઈસ્ટ કવિેન્દ્ર સાગરે જણાવ્યું હતું કે, આ ઈ-મેલ દ્વારા વિદ્યાશ્રમ, મોતી ડુંગરી અને માહેશ્વરી પબ્લિક સ્કૂલની માલપુર શાખા તેમજ સેન્ટ ટેરેસા સ્કૂલને કરવામાં આવી હતી. માણક ચોકમાં ધમકીઓ મળી હતી. આ પછી તરત જ શાળાઓમાં પહોંચીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હજુ સુધી કોઈ બોમ્બ મળ્યો નથી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્થળ પર છે. શાળાઓ ખાલી કરાવવામાં આવી છે.

જયપુર એરપોર્ટ પર પણ ધમકી મળી હતી
એક દિવસ પહેલા એટલે કે રવિવારે જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ દેશના અન્ય ઘણા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે દિલ્હી, જયપુર, દિલ્હી, અમદાવાદ, ગુવાહાટી, જમ્મુ, લખનૌ, પટના, અગરતલા, ઔરંગાબાદ, બાગડોગરા, ભોપાલ અને કાલિકટ એરપોર્ટની ઈમારતોમાં બોમ્બ છુપાવવામાં આવ્યા છે. થોડા કલાકોમાં બ્લાસ્ટ થશે. આ મેઇલને ધમકી ન ગણો. બોમ્બને ડિફ્યુઝ કરો, નહીં તો ઘણા નિર્દોષ લોકો મરી જશે. રવિવારે બપોરે સીઆઈએસએફના સત્તાવાર આઈડી પર મળેલા ઈ-મેઈલથી એરપોર્ટ પ્રશાસનમાં હલચલ મચી ગઈ હતી. જો કે કોઇપણ એરપોર્ટ પર કંઇ મળ્યું ન હતું.

નોઈડાની શાળાઓને પણ ઈમેલ મળ્યા હતા
આ પહેલા લગભગ બે અઠવાડિયા પહેલા નોઈડાની શાળાઓને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ પછી અરાજકતાનો માહોલ સર્જાયો હતો. શાળાઓ ખાલી કરાવવામાં આવી હતી. જો કે એકપણ શાળામાંથી બોમ્બ મળ્યો નથી.

13 મે 2008ના રોજ જયપુરમાં આઠ સ્થળોએ વિસ્ફોટ થયા હતા
13 મે, 2008ના રોજ જયપુરના પરકોટામાં આઠ સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં 73 લોકોના મોત થયા હતા, જ્યારે 185 લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં કોર્ટે 20 ડિસેમ્બર 2019ના રોજ બોમ્બ વિસ્ફોટોના દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. બચાવ પક્ષે 24 સાક્ષીઓ રજૂ કર્યા, જ્યારે સરકારે 1270 સાક્ષીઓ રજૂ કર્યા. સરકાર વતી વકીલોએ 800 પાનાની દલીલો કરી હતી. કોર્ટે 2500 પાનાનો ચુકાદો આપ્યો હતો. જો કે ગયા વર્ષે રાજસ્થાન હાઈકોર્ટે આ તમામ ગુનેગારોને નિર્દોષ જાહેર કર્યા હતા.