IPL 2024: ગુજરાત ટાઇટન્સની હાર બાદ કેપ્ટન ગિલે કહી આ વાત
IPL 2024: ગઈ કાલની મેચમાં ગુજરાત ટાઇટન્સની હાર બાદ કેપ્ટન ગિલે એક નિવેદન આપ્યું હતું. મેચમાં હારનો સામના કર્યા બાદ પોઈન્ટ ટેબલમાં પણ મોટું નુકસાન થયું છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
બોલિંગ કરવાનો નિર્ણય
આ મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીત્યો હતો અને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આગળ જઈને આ નિર્ણય તેમનો ખરો સાબિત થયો હતો. ગુજરાત ટાઇટન્સ ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને તેમની ટીમ 17.3 ઓવરમાં 89 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી, બીજા દાવમાં, 8.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને, દિલ્હી કેપિટલ્સે 92 રન બનાવ્યા અને મેચ 6 વિકેટથી જીતી લીધી હતી. મેચમાં હાર્યા બાદ કેપ્ટન ગીલે એક નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો: MI vs CSK: રોહિત શર્માનો આ વીડિયો જોઈ તમે પણ થઈ જશો દુઃખી
કેપ્ટન ગીલે શું કહ્યું?
ગુજરાત ટાઇટન્સની હાર બાદ ટીમનો કેપ્ટન શુભમન ગિલ નિરાશ જોવા મળ્યો હતો. તેમણે ટીમની હાર પાછળનું કારણ જણાવ્યું હતું. બેટિંગ ખરાબ થઈ હોવાનું જણાવ્યું હતું. ગિલ માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વની હતી. પરંતુ મેચ હાર્યા બાદ પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળ્યું હતું. ગુજરાતની ટીમના બેટ્સમેન ખાસ કરી શક્યા ન હતા. તે સિવાય કોઈ બેટ્સમેન 10 રનનો સ્કોર કરી શક્યા ના હતા. અમારે આ મેચ ભૂલીને આગળ વધવાનું રહેશે. ગુજરાતની ટીમનો મુકાબલો પંજાબની ટીમ સાથે છે. જે 21મી એપ્રિલે રમાવાની છે. આ મેચનું આયોજન પંજાબમાં કરવામાં આવ્યું છે. આ વખતની સિઝનમાં ગુજરાતની ટીમ 7 વખત મેચ રમી ચુકી છે. જેમાં ખાલી માંત્ર 3 મેચમાં જ જીત પ્રાપ્ત કરી છે. ગઈ કાલની મેચમાં હાર બાદ ટીમના પોઈન્ટ ટેબલમાં ભારે નુકશાની થઈ છે.