December 19, 2024

AAP બાદ હવે ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્ય કેસરીયો ધારણ કરશે !

AAP - NEWSCAPITAL

તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભયાણીના રાજીનામાં બાદ હવે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ પણ રાજીનામું આપે તેવી શક્યતાઓ છે. ખંભાત બેઠક પરથી જીતેલા આ કોંગ્રેસી ધારાસભ્ય છેલ્લા એક બે દિવસથી ભાજપમાં જોડાય તેવી અટકળો થઈ રહી હતી. ત્યારે આજે સવારથી જ ધારાસભ્ય ચિરાગ પટેલ ગાંધીનગરના MLA ક્વાર્ટર્સમાં જોવા મળ્યા હતા.

લોકસભા પહેલા કોંગ્રેસના બે ત્રણ ધારાસભ્યો રાજીનામું આપે તેવી શક્યતા

લોકસભાની ચુંટણી હવે નજીક આવી રહી છે ત્યારે તેને લઈને હજુ બે દિવસ પહેલા જ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં બેઠક કરી હતી ત્યારે આજે સવારથી જ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપે તેવી અટકળો થઈ રહી છે. તો બીજી તરફ આ અંગે કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કાર્યકરતોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા એક દાયકામાં કોંગ્રેસના નેતૃત્વમાં એકના એક ચેહરાઓને તક મળતી હોવાથી ઘણા નેતાઓ નારાજ છે. હજુ પણ કોંગ્રેસના બીજા બે ત્રણ નેતાઓ રાજીનામા આપે તેવો ગણગણાટ શરૂ થયો છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં દાઉદ ઈબ્રાહીમના કથિત આશ્રયનો વણઉકેલાયેલો કોયડો !
CHIRAG - NEWSCAPITAL રાજીનામા બાદ ચિરાગ પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળો

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભયાણીએ રાજીનામું આપ્યા બાદ કેસરિયા કર્યા હતા ત્યારે હવે કોંગ્રેસના આ ધારાસભ્ય પણ કેસરિયા કરે તેવી શક્યતાઓ છે. વધુમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી લોકસભા ચુંટણી પહેલા કોંગ્રેસના વધુ બે ત્રણ ધારાસભ્યો રાજીનામા આપી કેસરીયો કરે તેવો ગણગણાટ પણ થઈ રહ્યો છે. આમ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં માત્ર 17 બેઠકો મેળવીને કોંગ્રેસનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું ત્યારે હવે એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે.

આ પણ વાંચો : અધીરંજન ચૌધરી સહિત વધુ 33 સાંસદો સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 46 સાંસદો સસ્પેન્ડ
CHIRAG - NEWSCAPITALગુજરાત કોંગ્રસના સુકાની શક્તિસિંહ ગોહિલની અગ્નિપરીક્ષા

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી ત્યારથી જ ગુજરાત કોંગ્રેસમાં અંદરખાને કેટલાક નેતાઓ નારાજ થયા હતા તેવામાં આ પરિસ્થિતિમાં હવે શક્તિસિંહ ગોહિલ સામે આગામી લોકસભાની ચુંટણીને લઈને મોટો પડકાર રહેશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજુ કોંગ્રેસના વધુ ધારાસભ્યો રાજીનામા આપી કેસરીયો કરવાના છે ત્યારે શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસને બેઠી કરી શકે છે કે કેમ તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે.