May 17, 2024

નિરાશાજનક શરૂઆત બાદ બજાર થયું ગ્રીન

ગ્લોબલ માર્કેટના મિશ્ર પરિણામો બાદ ભારતીય શેર માર્કેટ ત્રીજા દિવસે પણ લાલ નિશાન સાથે ખુલ્યું હતું. જે એક કલાકની અંદર ગ્રીન થઈ ગયું છે. સેન્સેક્સ 221.95 અંક અથવા તો 0.32 ટકાના વધારા સાથે 70.592ના લેવલ પર પહોંચ્યું છે. એનએસઈના નિફ્ટી 76.25 અંક અથવા 0.36 ટકાના વધારા સાથે 21315ના લેવલ પર કારોબાર કરી રહ્યું છે.

નિરાશાજનક શરૂઆત
બજારની ઓપનિંગ ઘટાડા સાથે થઈ હતી. જેના કારણે આજે પણ રોકાણકારોને નુકસાન થવાની ભીતિ હતી. બીએસઈના સેન્સેક્સ 205.06 અંક અથવા 0.24 ટકાના ઘટાડા સાથે 70,165.49નું લેવસ પર ઓપન થયું છે. એનએસઈના નિફ્ટી  53.55 અંક અથવા 0.25 ટકાના ઘટાડા સાથે 21,185ના લેવલ પર ખુલ્યું છે.

BSE સેન્સેક્સ શેરની સ્થિતિ
સેન્સેક્સના શેર પર નજર કરીએ તો 30 માંથી 19 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે 11માં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો આપણે સેન્સેક્સના ટોપ ગેઇનર્સ પર નજર કરીએ તો ઇન્ડસઇન્ડ બેન્ક સૌથી વધુ ગેઇનર સાથે 1.60 ટકાનો વધ્યો થયો છે. ટાટા સ્ટીલ 1.36 ટકા અને SBI 1.23 ટકા ઉપર છે. ઈન્ફોસિસ 1.05 ટકા અને એચસીએલ ટેક 0.97 ટકા ઉપર છે.

નિફ્ટીના સ્ટોકની હાલત
નિફ્ટીના 50માંથી 30 શેર તેજીમાં જોવા મળ્યા છે જ્યારે 20 શેરની સ્થિતિ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. નિફ્ટીના સૌથી વધારે તેજી જોવા મળતા શેરમાં હિંડાલ્કો 3.22 ટકાના વધારા સાથે આગળ વધી રહ્યો છે. માઈન્ડટ્રીમાં 1.07 ટકાનો વધારો જોવા મળી રહ્યો છો.

પ્રી-ઓપનિંગ કેવી રહી?
સ્ટોક માર્કેટની પ્રી-ઓપનિંગમાં બીએસઈના સેન્સેક્સ 172.61 અંક અથવા 0.21 ટકાના ઘટાડા સાથે 70197ના લેવલ પર કારોબાર કરી રહ્યો હતો. એનએસઈના નિફ્ટી 89 અંક અથવા 0.42 ટકાની તેજી સાથે 21149ના લેવલ પર હતો.

સેક્ટોરલ ઈન્ડેક્સ
સેક્ટોરલ ઈન્ડેક્સમાં માત્ર ઓટો અને રિયલ્ટી સેક્ટરના શેર લાલ નિશાન સાથે જોવા મળ્યા હતા. આ ઉપરાંત બાકીના બધા સેક્ટોરલ ઈન્ડેક્સ તેજીથી ગ્રીન થઈ રહ્યા છે. સૌથી વધારે 1.89 ટકાના વધારા સાથે મીડિયા સ્ટોક્સ આગળ છે. એ બાદ મેટલ શેર 1.76 ટકાના વધારા સાથે બીજા નંબર પર છે.