September 21, 2024

અજમેર: 100થી વધુ વિદ્યાર્થિનીઓ પર દુષ્કર્મની ઘટનામાં 32 વર્ષ પછી મળ્યો ન્યાય…!

Rape 100 Female Students: અજમેરના બહુચર્ચિત બ્લેકમેલ કેસમાં કોર્ટનો આ નિર્ણય આવ્યો છે. કોર્ટે આ કેસમાં છ ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત તેમના પર 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. POCSO વિશેષ અદાલત નંબર 2એ આ નિર્ણય આપ્યો છે. વર્ષ 1992માં કોલેજની વિદ્યાર્થીનીઓ પર સામૂહિક બળાત્કાર થયો હતો, જેના પર કોર્ટે આજે સજાની જાહેરાત કરી છે. કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. વાંધાજનક ફોટોગ્રાફ્સ લઈને સ્કૂલની વિદ્યાર્થિનીઓને બ્લેકમેલ કરવાના કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

32 વર્ષ પહેલા 100થી વધુ વિદ્યાર્થિનીઓને બ્લેકમેલ કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આરોપીઓમાં નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીન હુસૈનનો સમાવેશ થાય છે. આ ઘટના સામે આવતાં દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં કુલ 19 આરોપીઓ હતા, જેમાંથી 9ને અત્યાર સુધીમાં સજા થઈ ચૂકી છે. ઘટનાના બે વર્ષ બાદ 1994માં અન્ય એક આરોપીએ આત્મહત્યા કરી હતી. એક આરોપી હજુ ફરાર હોવાનું કહેવાય છે.

ગેંગરેપ કેસમાં 32 વર્ષ બાદ કોર્ટનો નિર્ણય આવ્યો છે
આરોપીઓ પહેલા વિદ્યાર્થિનીઓને લાલચ આપીને અપહરણ કરતા હતા અને પછી વાંધાજનક ફોટા પાડીને બ્લેકમેલ કરતા હતા. પીડિત યુવતીઓની ઉંમર 11 થી 20 વર્ષની આસપાસ હતી. આ છોકરીઓ અજમેરની જાણીતી શાળામાં અભ્યાસ કરતી હતી. આ સનસનીખેજ ઘટના સામે આવ્યા બાદ રાજસ્થાનની તત્કાલીન ભૈરો સિંહ શેખાવત સરકારે CBCID તપાસના આદેશ આપ્યા હતા. અજમેર યૂથ કોંગ્રેસના તત્કાલીન પ્રમુખ ફારૂક ચિશ્તી તેના સાગરિતો સાથે વિદ્યાર્થિનીઓનો શિકાર કરતા હતા. ધમકીઓ મળવાના ડરથી પીડિત વિદ્યાર્થીઓએ પોલીસને નિવેદન આપવાનું ટાળ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીના વધુ પ્રભાવને કારણે પોલીસ કાર્યવાહી કરવામાં આનાકાની કરી રહી હતી. તત્કાલિન મુખ્યમંત્રી ભૈરો સિંહ શેખાવતના આદેશ પર પોલીસે કેસ નોંધવો પડ્યો હતો.