December 26, 2024

240 વર્ષ પછી બાલ્ડ ઇગલ બન્યું અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી, બાઈડને આપી મંજૂરી

America: અમેરિકામાં દરેક સત્તાવાર દસ્તાવેજ પર પક્ષીનું રાષ્ટ્રીય પ્રતીક જોયું જ હશે. આ પક્ષીનું નામ બાલ્ડ ઇગલ છે. અમેરિકામાં આ પક્ષીનો રાષ્ટ્રીય પ્રતીક તરીકે ઉપયોગ થતો રહ્યો છે ત્યારે લાંબા સમય બાદ આ પક્ષીને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો મળ્યો છે. બાલ્ડ ઇગલને તાકાતનું પ્રતીક માનવામાં આવે છે અને યુનાઇટેડ સ્ટેટ્સમાં 240 થી વધુ વર્ષોથી તેનો સીલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો કે, હવે બાલ્ડ ઇગલને મંગળવારે દેશના રાષ્ટ્રીય પક્ષી તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે.

કોંગ્રેસે બાલ્ડ ઇગલને રાષ્ટ્રીય પક્ષી ગણવા રાષ્ટ્રપતિ જો બાઈડનને પત્ર મોકલ્યો હતો. કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવેલા કાયદા પર રાષ્ટ્રપતિ જો બાઈડને હસ્તાક્ષર કર્યા છે. આ પછી, સફેદ માથું, પીળી ચાંચ અને ભૂરા શરીરવાળા બાલ્ડ ઇગલને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય પ્રતીક 1782 માં બનાવવામાં આવ્યું હતું
બાલ્ડ ઇગલ અમેરિકાના ગ્રેટ સીલ પર દેખાય છે. 1782 થી સત્તાવાર દસ્તાવેજો પર બાલ્ડ ઇગલનો ઉપયોગ કરવામાં આવે છે. દસ્તાવેજોમાં ઇગલ સીલનો ઉપયોગ થાય છે. આ સીલમાં, એક બાજુ ઓલિવ વૃક્ષો છે અને બીજી બાજુ તીરો છે. “E Pluribus Unum” લખેલું છે અને ઘણા સ્ટાર્સ બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: પાકિસ્તાનની એર સ્ટ્રાઈકમાં અફઘાનિસ્તાનમાં 46 લોકોના મોત

યુએસ સરકારના જણાવ્યા મુજબ, વર્ષ 1782 માં જ કોંગ્રેસે બાલ્ડ ઇગલને રાષ્ટ્રીય પ્રતીક તરીકે નિયુક્ત કર્યા હતા. તે પછી તેની સીલનો ઉપયોગ દસ્તાવેજો અને રાષ્ટ્રપતિના ધ્વજથી લઈને લશ્કરી ચિહ્ન અને અમેરિકન ચલણ (ડોલર) સુધી ઘણી જગ્યાએ થવા લાગ્યો.

યુ.એસ.માં બાલ્ડ ઇગલની વસ્તી
તેને ક્યારેય સત્તાવાર રીતે રાષ્ટ્રીય પક્ષી તરીકે નિયુક્ત કરવામાં આવ્યું ન હતું, પરંતુ આજે આ પક્ષીને રાષ્ટ્રીય પક્ષી ગણવામાં આવે છે. બાલ્ડ ઇગલ ઉત્તર અમેરિકાનું પક્ષી છે. યુ.એસ. ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસના જણાવ્યા અનુસાર વર્ષ 2020માં દેશમાં 3 લાખ 16 હજાર ઇગલ પક્ષીઓ છે. જ્યારે 71 હજાર 400 નેસ્ટિંગ જોડી છે.