January 18, 2025

અલ્લુ અર્જુનની 14 દિવસની જેલ બાદ મૃતક મહિલાના પતિનું નિવેદન, ‘કેસ પાછો ખેંચવા તૈયાર’

Allu Arjun Arrest Live Updates: અભિનેતા અલ્લુ અર્જુનને 14 દિવસની ન્યાયિક કસ્ટડી માટે જેલમાં મોકલવામાં આવ્યો છે. હવે આ નિર્ણય બાદ સંધ્યા થિયેટરમાં નાસભાગ દરમિયાન મૃત્યુ પામેલી મહિલાના પતિનું નિવેદન સામે આવ્યું છે. મહિલાના પતિ ભાસ્કરે કહ્યું છે કે આમાં અલ્લુ અર્જુનનો વાંક નથી. હું કેસ પાછો ખેંચવા તૈયાર છું.

નોંધનીય છે કે, પુષ્પા 2 એક્ટર જાણીતા તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. અલ્લુ અર્જુનની પોલીસે આજે ધરપકડ કરી છે. તેમની ફિલ્મ પુષ્પા 2: ધ રાઇઝના પ્રીમિયર દરમિયાન એક મહિલાના મૃત્યુના સંબંધમાં તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની ધરપકડ પર તેલંગાણાના મુખ્ય મંત્રી રેવન્ત રેડ્ડીએ કહ્યું, કાયદો પોતાનું કામ કરશે, તેમણે કહ્યું, “હું કેસની તપાસમાં દખલ નહીં કરીશ. નાસભાગમાં મોતને કારણે પોલીસે કાર્યવાહી કરી છે.”

સોશિયલ મીડિયા પર અલ્લુ અર્જુનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ધરપકડ સામે વાંધો ઉઠાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે કહેતો જોવા મળે છે કે તેને નાસ્તો કરવા દેવો જોઈએ. પોલીસ સાથે વાત કરતી વખતે તે એમ પણ કહી રહ્યો છે કે તેને બેડરૂમમાંથી ઉઠાવામાં આવ્યો હતો અને તેને કપડાં બદલવાની તક પણ આપવામાં આવી ન હતી.