November 23, 2024

127 વર્ષ બાદ ગોધરેજ ફેમિલીમાં પડ્યા ભાગલા, બે ભાગમાં વહેંચાઈ ગયો વેપાર

અમદાવાદ: ભારતની આઝાદી પહેલા જે મોટા વેપારી પરિવારો ભારતમાં હતા તેમાં ગોધરેજ ફેમિલીનું નામ પણ શામેલ છે. રિયલ એસ્ટેટથી લઈને કંઝ્યુમર પ્રોડક્ટ સુધી આ પરિવારનો બિઝનેસ ફેલાયેલો છે, પરંતુ હવે 127 વર્ષ પછી આ પરિવારના ભાગલા પડી રહ્યા છે. ગોધરેજ ગ્રુપના બિઝનેસને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક તરફ શેર માર્કેટમાં લિસ્ટેડ ગોધરેજ ફર્મે આદિ ગોધરેજ અને તેમના ભાઈ નાદિર ગોધરેજના ભાગમાં આવી છે. તો ગ્રુપની નોન લિસ્ટેડ કંપનીઓ કાકાના દિકરા જમશેદ અને તેમની બહેન સ્મિતાને મળી છે. ગ્રુપની ટોટલ વેલ્યૂ લગભગ 2.34 લાખ કરોડ રૂપિયા છે.

આ કંપનીઓ આદિ ગોધરેજની પાસે
ગોધરેજ ફેમલીએ ભાગલાને લઈને એક સમજોતો સાઈન કર્યો છે. આ સાથે ગ્રુપની તમામ સંપતિને અલગ અલગ વ્યક્તિને આપવામાં આવી છે. ગ્રુપની પાંચ કંપનીઓ જે શેર માર્કેટમાં લિસ્ટેડ છે. જેમાં ગોધરેજ ઈન્ડસ્ટ્રીઝ, ગોધરેજ કંઝ્યુમર પ્રોડક્ટસ, ગોધરેજ પ્રોપર્ટીઝ, ગોધરેજ એગ્રોવેટ અને એસ્ટેક લાઈફ સાઈન્સેજ સામેલ છે. જેની જવાબદારી 82 વર્ષ માટે આદિ ગોધરેજ અને તેના ભાઈ નાદિર ગોધરેજને 73 વર્ષ માટે આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અનંતનાગ-રાજૌરી સીટ પર ચૂંટણીની તારીખ બદલાઈ, હવે 25 મેના રોજ મતદાન થશે

કાકાના દિકરા-દીકરીને ભાગલામાં શું મળ્યુ?
આદિ ગોધરેજ ફિલહાલ ગોધરેજ ગ્રુપના ચેરમેન છે. તેના ભાઈ નાદિર, ગોધરેજ ઈન્સ્ટ્રીઝ અને ગોધરેજ એગ્રોવેટના અધ્યક્ષ છે. તે ઉપરાંત તેમના કઝિન ભાઈ જમશેદને નોન લિસ્ટેડ ગોધરેજ એન્ડ બોયસ મેન્યુફેક્ચરિંગ કંપનીના અધ્યક્ષ છે. જ્યારે બહેન સ્મિતા કૃષ્ણા અને ઋષદ ગોધરેજની પણ ગોધરેજ એન્ડ બોયસમાં ભાગ છે. તેમની પાસે વિક્રોલીની વધારે સંપતિ છે.

ભાગલામાં આદિ અને નાદિરે તેમના કાકના દિકરા-દીકરીઓને ગોધરેજ એન્ડ બોયસના માલિક બનાવવા માટે સહમતી બની છે. આ સાથે તેમને મુંબઈમાં ગોધરેજ ગ્રુપની એક મોટી પ્રોપર્ટી મળી છે. મુંબઈમાં આ લેન્ડ બેંક 3400 એકડ છે. મહત્વનું છે કે વિક્રોલી મુંબઈનું એક ઉપનગર છે. જેમાંથી ગોધરેજ એન્ડ બોયસની પાસે અહીં 3400 એકડ જમીન છે. જેમાંથી 1000 એકડને ડેવલપ થઈ શકે છે. અહીં જમીનની કિંમતો આસમાન પર છે.

1897થી દેશના નિર્માણમાં યોગદાન
ભાગલા બાદ નાદિર ગોદરેજે કહ્યું કે ગોદરેજની સ્થાપના 1897 માં ભારતની આર્થિક સ્વતંત્રતા બનાવવામાં મદદ કરવા માટે કરવામાં આવી હતી. અમે વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરીને આ વારસાને આગળ વધારવા માટે ઉત્સુક છીએ. પિતરાઈ ભાઈ જમશેદ ગોદરેજ કહે છે કે ગોદરેજ એન્ડ બોયસ હંમેશા રાષ્ટ્ર નિર્માણના મજબૂત ઉદ્દેશ્યથી પ્રેરિત છે. હવે આ પારિવારિક કરાર સાથે, અમે તેની વૃદ્ધિને આગળ વધારવા માટે કામ કરીશું.

ગોદરેજ સ્ટોક્સમાં ઉછાળો
ગોદરેજ ગ્રૂપમાં બિઝનેસના વિભાજન પહેલા મંગળવારે શેરબજારમાં ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો શેર 6.16 ટકાના ઉછાળા સાથે રૂ.965ના સ્તરે પહોંચ્યો હતો. આ સિવાય Astec LifeSciences Limitedનો શેર 4.49 ટકાના ઉછાળા સાથે રૂ. 1285.90 પર બંધ થયો હતો. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના શેર લગભગ 1 ટકા વધીને બંધ થયા છે, જ્યારે ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડના શેર 0.68 ટકા વધીને બંધ થયા છે.