May 20, 2024

અફઘાનિસ્તાનની જનતા નથી સેફ, ફરી થયો મોટો ઘડાકો

અફઘાનિસ્તાન: “આદત સે મજબૂર”…અફઘાનિસ્તાનના કાબુલમાં વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા હોવાની વિગતો મળી રહી છે. આ માહિતી સ્થાનિક મીડિયાએ આપી છે. એક માહિતી અનુસાર તાલિબાન દ્વારા નિયુક્ત કાબુલ સુરક્ષા વિભાગના પ્રવક્તા ખાલિદ ઝદરને કહ્યું કે કાબુલના પીડી 18માં ગ્રેનેડ વિસ્ફોટને કારણે વિસ્ફોટ થયો હતો. તેમણે કહ્યું કે ગુનેગારને શોધવા માટે તપાસ કરાઈ રહી છે.

જનતાની સુરક્ષા શું?
સ્થાનિક પ્રેસના અહેવાલ મુજબ અફઘાનિસ્તાનમાં યુએન મિશનએ સંકેત આપ્યો હતો કે વિસ્ફોટ ખાસ કરીને કાબુલના પશ્ચિમી દશ્ત-એ-બરચી વિસ્તારમાં વંશીય હજારી સમુદાયને નિશાન બનાવ્યો હતો. અફઘાનિસ્તાનમાં હિંસા અને વિસ્ફોટોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે અફઘાનિસ્તાનમાં જનતાની સુરક્ષાની સામે સવાલો થઈ રહ્યા છે. આ તમામ વાત વચ્ચે અફઘાનિસ્તાનની જનતાની સુરક્ષા શું? આ પહેલા પણ દશ્ત-એ-બરચી વિસ્તારમાં સિટી બસ પર થયેલા બોમ્બ હુમલામાં સાત લોકો માર્યા ગયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. આ બનાવ કોઈ પહેલો નથી અનેક વાર આવા ઘાતકી વિસ્ફોટો થાય છે અને માસૂમ લોકોના મોત થઈ રહ્યા છે.

આ પણ વાચો: UNનો દાવો, પાક. સરકારની કસ્ટડીમાં મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ

સાત દિવસમાં બિજો બ્લાસ્ટ
સાત દિવસ પહેલા પણ એક બ્લાસ્ટ થયો હતો. જેમાં સ્થાનિકોએ આપેલી માહિતી અનુસાર સાંજે સાડા છ વાગ્યે એક મિની બસને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. જેમાં ઘણા બધા લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ વાતને ઈસ્લામિક સ્ટેટ જૂથે સ્વીકાર પણ કર્યો હતો. 2024 શરૂ થતાની સાથે દેશમાં આ 2જો હુમલો છે. અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ જૂથના સહયોગી દ્વારા કાબુલના દશ્તી બરચી વિસ્તારને વારંવાર નિશાન બનાવવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ જૂથે દેશભરમાં શાળાઓ, હોસ્પિટલો અને મસ્જિદો અને અન્ય વિસ્તારમાં પણ હુમલો કર્યો છે. તાલિબાનના સંરક્ષણ પ્રધાન મોહમ્મદ યાકુબ મુજાહિદે તારીખ 31 ડિસેમ્બર 2023ના માહિતી આપતા જણાવ્યું હતું કે ગયા વર્ષે IS સાથે જોડાયેલા હુમલાઓમાં 90 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાચો: ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે હજ યાત્રીઓને લઈને થયા આ કરાર