July 1, 2024

ICC એ IND vs ENG સેમિ-ફાઇનલ મેચને લઈને કરી મોટી જાહેરાત

T20 world cup 2024: આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2024માં સુપર 8 રાઉન્ડની મેચો હવે પૂરી થઈ ગઈ છે, જેમાં સેમિફાઈનલમાં પહોંચેલી ચાર ટીમો પણ જાહેર કરવામાં આવી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ ઉપરાંત ભારત, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમો આમાં સામેલ છે. આમાં પ્રથમ સેમિફાઇનલ મેચ અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 27 જૂને તરુબા, ત્રિનિદાદ અને ટોબેગોના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ મેચ રમાશે. હવે આઈસીસીએ આ બંને મેચ માટે મેચ અધિકારીઓના નામ પણ જાહેર કર્યા છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચમાં આ મેચ ઓફિશિયલ હશે
ન્યુઝીલેન્ડના ક્રિસ ગેફની અને ઓસ્ટ્રેલિયાના રોડની ટકર 27 જૂને ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચમાં ઓન-ફીલ્ડ અમ્પાયરની ભૂમિકા ભજવશે. જોએલ વિલ્સન આ મેચમાં ટીવી અમ્પાયર હશે જ્યારે પોલ રેફેલ ચોથા અમ્પાયર હશે. ન્યૂઝીલેન્ડના જેફરી ક્રો મેચ રેફરીની ભૂમિકા નિભાવશે. બીજી સેમિફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર 27 જૂને રાત્રે 8 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં પહોંચ્યું તો તાલિબાને કર્યા ભારતના વખાણ

દક્ષિણ આફ્રિકા વિ અફઘાનિસ્તાન મુકાબલાનાં મેચ ઓફિશિયલ્સ
ટી-20 વર્લ્ડ કપ 2024 ની પ્રથમ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની ટીમો વચ્ચે તારુબા, ત્રિનિદાદ અને ટોબેગોના બ્રાયન લારા સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર 27 જૂને સવારે 6 વાગ્યાથી રમાશે. આ મેચના મેચ અધિકારીઓની વાત કરીએ તો રિચર્ડ ઇલિંગવર્થ અને ભારતના નીતિન મેનન મેદાન પરના અમ્પાયરની ભૂમિકા નિભાવશે. આ મેચમાં રિચર્ડ કેટલબર્ગ ટીવી અમ્પાયરની ભૂમિકામાં જોવા મળશે, એહસાન રઝા ચોથા અમ્પાયરની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે રિચી રિચર્ડસન મેચ રેફરીની ભૂમિકામાં જોવા મળશે.