January 1, 2025

પાકિસ્તાનને બક્ષવામાં મૂડમાં નથી તાલિબાન, ગોળીબારીમાં એક પાકિસ્તાન જવાનનું મોત; 11 ઘાયલ

Pakistan: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. અફઘાન સરહદ પર પાકિસ્તાનના હુમલાનો જવાબ આપતા અફઘાન તાલિબાને પાકિસ્તાની સેનાની ચોકીઓ પર ગોળીબાર કર્યો છે. તાલિબાન દળોની જવાબી કાર્યવાહીમાં એક પાકિસ્તાની સૈનિક માર્યો ગયો અને 11 ઘાયલ થયા.

થોડા દિવસ પહેલા જ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન (TTP)ના આતંકવાદીઓને નિશાન બનાવીને હુમલા કર્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલામાં લગભગ 51 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ સામેલ છે.

ગોળીબાર ક્યાં થયો?
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, તાલિબાન દળોએ શનિવારે સવારે અપર કુર્રમ જિલ્લામાં અનેક પાકિસ્તાની સરહદી ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. જેમાં 19 સૈનિકો માર્યા ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે તેઓએ ખોજગઢી, મથા સંગર, કોટ રાઘા અને તારી મેંગલ વિસ્તારોમાં હળવા અને ભારે હથિયારોથી ચોકીઓ પર ગોળીબાર કર્યો. જે બાદ પાકિસ્તાની સેનાએ જવાબી કાર્યવાહી કરી. જેના કારણે બીજી તરફ ઘણું નુકસાન થયું અને ફાયરિંગમાં સાતથી આઠ અફઘાન સૈનિકો માર્યા ગયા. આજે ફરી તાલિબાન દળોએ પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કર્યો.

આ પણ વાંચો: દહેજની GFL કંપનીમાં ગેસ ગળતર, 4 લોકોનાં મોત

પાકિસ્તાનનો આરોપ
પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યાના થોડા દિવસો બાદ આ ગોળીબાર થયો હતો. પાકિસ્તાન આરોપ લગાવી રહ્યું છે કે ટીટીપી આતંકવાદીઓ કથિત રીતે અફઘાન જમીનનો ઉપયોગ તાલીમ અને પાકિસ્તાનમાં હુમલા કરવા માટે કરી રહ્યા છે.