December 23, 2024

અફઘાનિસ્તાન માટે મોટો અને મહત્ત્વની મેચ, પિચનો સાથ મળશે?

AFG vs BAN: T20 વર્લ્ડ કપની મહત્વની મેચ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેચનું આયોજન કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડ પર કરવામાં આવશે. આ મેચ એટલા માટે ખાસ છે કારણ કે બંને ટીમના ભાવિનો નિર્ણય આ મેચથી થશે. ભારતીય ટીમ આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને હરાવશે તો અફઘાનિસ્તાનને માત્ર જીતવાની જ રહેશે અને તેની ટીમ સેમીફાઈનલમાં પહોંચી જશે.

અફઘાનિસ્તાન પાસે સેમિફાઇનલની તક
જો ઓસ્ટ્રેલિયા જીતે છે તો અફઘાનિસ્તાને તેનો નેટ રન રેટ સુધારવા બાંગ્લાદેશને મોટા માર્જિનથી હરાવવાનું રહેશે. તમને જણાવી દઈએ તે બાંગ્લાદેશની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. કારણ કે તેને આશા રાખવી પડશે. ઓસ્ટ્રેલિયા ભારત સામે હારે છે અને અફઘાનિસ્તાનને મોટા માર્જિનથી હરાવે જેથી તેનો નબળો NRR અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયાના નેટ રનરેટથી ઉપર રહેશે. આ મેચમાં પિચની પણ ખાસ ભૂમિકા જોવા મળશે. આવો જોઈએ કેવો રહેશે પિચ રિપોર્ટ.

આર્નોસ વેલ ગ્રાઉન્ડ પિચ રિપોર્ટ
કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડની પિચ બોલર-ફ્રેંડલી કહેવામાં આવે છે. લાસ્ટ જ્યારે આ મેદાન પર મેચ હતી ત્યારે બોલરોની બંને દાવમાં મહત્વપૂર્ણ ભૂમિકા જોવા મળી હતી. જેના કારણે એવું કહી શકાશે કે આ ગ્રાઉન્ડ પર બોલરોનું પ્રભુત્વ વધારે છે. જોકે બંને ટીમ પાસે સારા બોલરો છે. હવામાનનની વાત કરવામાં આવે તો Accuweather અનુસાર, હવામાનની સ્થિતિ વાદળછાયું રહેવાની શક્યાતાઓ છે. જેમાં 55 ટકા વરસાદ પડી શકે છે. તાપમાન ન 29 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

આ પણ વાંચો: IND vs AUS મેચ પહેલાં સેન્ટ લુસિયામાં ભારે વરસાદ, વીડિયો વાયરલ

બંને ટીમોની વર્લ્ડ કપ ટીમો

અફઘાનિસ્તાન ટીમ: મોહમ્મદ નબી, કરીમ જનાત, રાશિદ ખાન (કેપ્ટન), નાંગેલિયા ખારોટે, નૂર અહેમદ, નવીન-ઉલ હક, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટમાં), ઈબ્રાહિમ ઝદરાન, ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લા ઉમરઝાઈ, ફઝલહક ફારૂકી, નજીબુલ્લાહ ઝદરાન, ફરીદ અહેમદ મલિક, હઝરતુલ્લા ઝાઝાઈ, મોહમ્મદ ઈશાક

બાંગ્લાદેશની ટીમઃ તૌહીદ હૃદયોય, શાકિબ અલ હસન, મહમુદુલ્લાહ, જેક અલી, રિશાદ હુસૈન, લિટન દાસ (વિકેટકીપર), તનજીદ હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મહેદી હસન, તન્ઝીમ હસન શાકિબ, મુસ્તફિઝુર રહેમાન, તનવીર ઈસ્લામ, શોરીફુલ ઈસ્લામ. તસ્કીન અહેમદ, સૌમ્યા સરકાર