ટ્રાફિકનો નિયમ તોડે જનતા અને કરોડપતિ બને ટ્રાફિક પોલીસ, આંકડા જોશો તો ચોંકી જશો!
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/trafic-22.jpg)
જયેશ ચૌહાણ, અમદાવાદ: સ્માર્ટ અને હેરિટેજ સિટી અમદાવાદના ગ્લેમરસ ફોટો અને વીડિયો જોઈને આંખ ચાર થઈ જતી હોય તો અહીંયા આવ્યા બાદ ગ્રાઉન્ડ રીયાલિટી કંઈક અલગ જોવા મળશે. અમદાવાદ મહાનગર પાલિકા અને શહેર ટ્રાફિક પોલીસે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા સાથે ફોટોગ્રાફ સાથેનો રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં પાર્કિંગથી લઈને લારી-ગલ્લા સામે કરેલી કામગીરીની સ્પષ્ટતા છે. જ્યારે દંડની રકમ તો આશ્ચર્યજનક છે. જોઈએ એક ખાસ અહેવાલ…
ગેરકાયદેસર પાર્કિંગ, ટ્રાફિક અને દબાણની સમસ્યા
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પાર્કિંગ, ટ્રાફિક અને દબાણની સમસ્યાનો મામલે ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદ મનપાનું સોગંદનામુ. વર્ષ 2024 અને 1 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન કરેલી કામગીરીનો ફોટોગ્રાફ્સ સાથે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. લારી – ગલ્લા, ગેરકાયદે શેડ, બેનર અને ગેરકાયદેસર પાર્કિંગ સહિતની કામગીરી અંગે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. 29 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધીમાં મનપાએ રૂપિયા 16,27,100નો દંડ વસુલ્યો છે. 881 લારી – ગલ્લા, 355 શેડ, 2347 બેનર – હોર્ડિંગ્સ હટાવાયા તો જાહેર રોડ પાર્કિંગ કરનાર 3390 વાહનોને મારવામાં આવ્યા લોક, 1967 વાહન ચાલકોને પેન્લટી. 1 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધીમાં મનપાએ રૂપિયા 14,21,700નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી મહિનામાં 1434 લારી – ગલ્લા, 562 શેડ, 4707 બેનર – હોર્ડિંગ્સ દૂર કર્યા, જાહેર રોડ પર પાર્કિંગ કરનાર 2958 વાહનોને કરાયા લોક, 2573 વાહનચાલકોને અપાઈ પેન્લ્ટી. અમદાવાદ મનપાએ 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2024 સુધીમાં રૂપિયા1,16,98,158નો ઉઘરાવ્યો દંડ. વર્ષ 2024માં 17138 લારી – ગલ્લા હટાવાયા, 9018 શેડ હટાવાયા, 60665 ગેરકાયદેસર બેનર અને હોર્ડિંગ્સ દૂર કરાયા. વર્ષ 2024માં જાહેર રોડ પર પાર્ક કરેલા 19847 વાહનોને મારવામાં આવ્યા લોક અને 21238 વાહન ચાલકોને ફટકારવામાં આવ્યો દંડ.
ગેરકાયદે પાર્કિંગ, દબાણ અને હેલ્મેટનો મામલો
હાઇકોર્ટના આદેશ બાદ સપ્ટેમ્બર 2024માં ફરિયાદ નિવારણ સેલની રચના કરાઈ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ફરિયાદ નિવારણ સેલ અંતર્ગત 1800 233 122 અને ahd@gujarat.gov.in હેઠળ લોકો ટ્રાફિકને લગતી ફરિયાદ નોંધાવી શકે છે.21-10-2024થી 29-01-2025 સુધીમાં અંદાજિત 1500 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા. ટ્રાફિક સંચાલન માટે 2000 TRB જવાન અને 281 હોમગાર્ડના જવાનો 2 શિફ્ટમાં કાર્યરત છે. AI બેઇઝ્ડ મોબાઈલ ડેશ કેમેરાથી 28 ઓફિસર મોનીટરીંગ કરી રહ્યા છે. વર્ષ 2024 દરમિયાન ટ્રાફિક હેલ્પ લાઇન નંબર પર મળેલી ફરિયાદો અને તેના પર થયેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. હેલ્પલાઇન પર ટ્રાફિક સબંધિત ફરિયાદોના 1077 કોલ મળ્યા જે સત્વરે સબંધિત વિભાગોને જાણ કરી ઉકેલાઈ હતી. વર્ષ 2024માં પોલીસની વિરૂદ્ધ 5 ફરિયાદો મળી જે તમામ સોલ્વ કરાઈ છે. ટ્રાફીકમાં ફસાવવાની 915 ફરિયાદ મળી જે તમામ સોલ્વ કરાઈ. પાર્કિંગ સબંધિત 356 અને રેગ્યુલર ટ્રાફિકની 378 ફરિયાદો મળી હતી.અત્યાર સુધીમાં પાર્કિંગ સબંધિત 385 કોલ અને 140 મેઇલ હેલ્પ લાઇન નંબર પર આવ્યા છે.
આ પણ વાંચો: AMCનું વર્ષ 2025-26 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, ગત વર્ષના બજેટ કરતા રૂપિયા 3200 કરોડનો વધારો
નો પાર્કિગમાં વાહન પાર્ક કરનાર સામે પોલીસની કડક કાર્યવાહી
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે હાઇકોર્ટમાં કરેલા સોગંદનામામાં આંકડા પ્રમાણે 1 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધીમાં ટ્રાફિક પોલીસે 353012 કેસ કરી વસૂલ્યો અધધધ રૂપિયા 22 કરોડ 81 લાખ 24 હજાર 900 નો દંડ. 1 મહિનામાં હેલ્મેટ ન પહેરવા અંગે 2,47,238 કેસ કરી 12.36 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. નો પાર્કિંગ બદલ 46874 કેસ કરી 2 કરોડ 69 લાખ 65 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઓવર સ્પીડ અંગે 10391 કેસ કરી રૂપિયા 2 કરોડ 34 લાખ 79 હજારનો દંડ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગના 22930 કેસ નોંધી રૂ. 3 કરોડ 88 લાખ 89 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. 1 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધીમાં CCTVની મદદથી 237791 ચલણ ઈશ્યું કરાયા, 8765 ચલણ કોર્ટમાં રદ્દ કરી રૂ.60 લાખનું કલેક્શન
- સીટ બેલ્ટ : 7691 કેસ, રૂપિયા 38,45,500 દંડ
- ચાલુ વાહને મોબાઈલ ઉપયોગ : 1725 કેસ, 874000 દંડ
- 3 સવારી : 6719 કેસ, 671900 દંડ
- ઓટરિક્ષા ડ્રાઇવર સીટ પર મુસાફર બેસાડવા : 1784 કેસ, 1029000 દંડ
- ડાર્ક ફિલમ : 1514 કેસ, 861500 દંડ
- સિગ્નલ ભંગ : 5307 કેસ, 3696000 દંડ
CCTV દ્વારા ચલણ
ટ્રાફિક પોલીસે વર્ષ 2024માં 18,64,409 કેસ નોંધી 126 કરોડ 72 લાખ 13 હજાર 200 રૂપિયાનો દંડ તો વર્ષ 2024માં હેલ્મેટના 1006072 કેસ કરી રૂપિયા 50 કરોડ 30 લાખ 26 હજાર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2024માંનો પાર્કિંગ બદલ 252434 કેસ કરી રૂપિયા 13 કરોડ 72 લાખ 89 હજારનો દંડ અને વર્ષ 2024માં CCTV દ્વારા 951867 ચલણ ઇશ્યુ કરાયા, 104147 ચલણ કોર્ટમાંથી રદ્દ કરી રૂપિયા 8 કરોડ 68 લાખ 54 હજાર 800 રૂપિયાનું કલેક્શન થયું.