ભારતને મળી શકે છે AFC એશિયન કપ 2031નું આયોજન!

AFC Asian Cup 2031: ભારતને AFC એશિયન કપ 2031નું આયોજન મળી શકે છે. ટુર્નામેન્ટના આયોજન માટે 7 બિડ મળી છે. જેમાં સંયુક્ત બિડનો પણ સમાવેશ થાય છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) એ AFC એશિયન કપ 2031 ની યજમાની માટે સત્તાવાર રીતે પોતાની બોલી રજૂ કરી છે. જેમાં ભારતને મળી શકે છે AFC એશિયન કપ 2031નું આયોજન.

આ પણ વાંચો: ધોની પહેલેથી જ નંબર વન, આવો છે અત્યાર સુધીનો કપ્તાનીમાં રેકોર્ડ

2026 માં AFC એશિયન કપ 2031 ના યજમાનપદ અંગે નિર્ણય
હવે AFC જરૂરી દસ્તાવેજોની સાથે સાથે બિડિંગ એસોસિએશન સાથે વાત કરશે. આ મહિનાના અંતમાં વર્કશોપનું આયોજન કરવામાં આવશે. જોકે યજમાન કોણ હશે તે અંગે અંતિમ નિર્ણય 2026 માં લેવામાં આવશે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન યજમાની માટે મજબૂત દાવેદાર જોવા મળી રહ્યું છે. AIFF ને યજમાની અધિકારો મળશે તો ભારત પહેલી વાર AFC એશિયન કપનું આયોજન કરશે.