December 22, 2024

મોંઘવારીમાં પાકિસ્તાને એશિયામાં કર્યુ ટૉપ, ગરીબીમાં પણ બનાવ્યો નવો રેકોર્ડ

Pakistan : પાકિસ્તાનની હાલત હદથી વધારે ખરાબ થઈ રહી છે. પાકિસ્તાનમાં રહેતા લોકો દરેક વસ્તુની ભારે કિંમત ચૂકવી રહ્યા છે. એડીબીના ડેટા અનુસાર, પાકિસ્તાનમાં રહેવાની કિંમત સમગ્ર એશિયામાં સૌથી વધુ છે. આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે. પાકિસ્તાનમાં ગરીબીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે. આવનારા દિવસોમાં પાકિસ્તાનમાં રહેતા એક કરોડથી વધુ લોકો ગરીબી રેખા નીચે જઈ શકે છે.

સમગ્ર એશિયામાં પાકિસ્તાનમાં સૌથી વધુ ફુગાવો છે
25 ટકાના ફુગાવાના દર સાથે પાકિસ્તાનમાં રહેવાની કિંમત એશિયામાં સૌથી વધુ છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના તાજેતરના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. મનીલામાં ગુરુવારે જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની અર્થવ્યવસ્થા 1.9 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે.

પાકિસ્તાન માટે ખરાબ સમાચાર
એક અહેવાલ અનુસાર એશિયન વિકાસ પરિદ્રશ્યએ આગામી નાણાકીય વર્ષ માટે નિરાશાજનક ચિત્ર રજૂ કર્યું છે અને આ સમયગાળા દરમિયાન 15 ટકા મોંઘવારી દર અને 2.8 ટકા વૃદ્ધિ દર અંદાજવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં એશિયામાં સૌથી વધુ ફુગાવો
ADBએ કહ્યું કે વર્તમાન નાણાકીય વર્ષમાં પાકિસ્તાનમાં ફુગાવાનો દર 25 ટકા રહેવાની ધારણા છે. જે સમગ્ર એશિયામાં સૌથી વધુ છે. આ રીતે એશિયામાં સૌથી વધુ મોંઘવારી પાકિસ્તાનમાં છે.

પાકિસ્તાનમાં ગરીબી ઝડપથી વધી શકે છે
પાકિસ્તાન લાંબા સમયથી મંદીના સમયગાળામાં છે અને વિશ્વ બેંકે પણ ગયા અઠવાડિયે કહ્યું હતું કે ફુગાવાના કારણે અહીં એક કરોડ લોકો ગરીબીમાં ફસાઈ શકે છે. પાકિસ્તાનમાં લગભગ 98 મિલિયન લોકો પહેલાથી જ ગરીબીમાં જીવી રહ્યા છે.