December 19, 2024

એક્ટ્રેસ મલાઇકા અરોરાના પિતાએ ઘરની છત પરથી કૂદીને કરી આત્મહત્યા

મુંબઈ: મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે અનિલ અરોરાએ પોતાના ઘરની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. તેનો પરિવાર અને પરિચિતો તેમની મોતને લઈને આઘાતમાં છે. મુંબઈ પોલીસ અભિનેત્રીના ઘરે પહોંચી ગઈ છે. મલાઈકા અને તેના પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ અને મુશ્કેલ સમય છે.

આ મુશ્કેલ સમયમાં મલાઈકા અરોરાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચી ગયો છે. અરબાઝ ખાન મલાઈકાના ઘરની બહાર પોલીસ અને અન્ય લોકો સાથે વાત કરતો જોવા મળ્યો હતો. અભિનેતા તેની પૂર્વ પત્નીના ઘરે કેમ ગયો હતો તે અંગે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું હતું. હવે તેનું કારણ સામે આવતાં ચોતરફ શોકનો માહોલ છે.

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા પંજાબી હિંદુ પરિવારના હતા. તેનો પરિવાર સરહદ પર આવેલા ફાઝિલ્કા જિલ્લાના રહેવાસી હતા. અનિલ અરોરા ઈન્ડિયન મર્ચન્ટ નેવીમાં ફરજ બજાવી ચૂક્યા છે. અનિલ અરોરાએ જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા, જે મલયાલી ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે.

જાણવા મળી રહ્યું છે કે જ્યારે અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોરા ઘરે ન હતી. આ ઘટના આજે, 11 સપ્ટેમ્બર, સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે અનિલ અરોરાએ બાંદ્રા ખાતે આવેલ બિલ્ડીંગમાં પોતાના ઘરની ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. મલાઈકા તે સમયે પુણેમાં હતી. ઘટનાની જાણકારી મળતા જ અભિનેત્રી મુંબઈથી પૂણે જવા રવાના થઈ ગઈ હતી.