December 19, 2024

રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયા પરવીન દબાસ, ICUમાં દાખલ

Parvin Dabas Accident News: અભિનેતા અને મહોબ્બતે ફેમ એક્ટ્રેસ પ્રીતિ ઝાંગિયાનીના પતિ પરવીન દબાસ શનિવારે 21 સપ્ટેમ્બરના રોજ સવારે એક રોડ એક્સિડન્ટમાં ઘાયલ થયા છે. એક્ટરને બાંદ્રાની એક હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમના પત્ની પ્રીતિ ઝાંગિયાની તેમની સાથે છે. તેમની ટીમ પાસેથી મળેલી માહિતી અનુસાર, અભિનેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં ડોક્ટરોએ તમામ ટેસ્ટ કરી રહી છે અને હાલ ICUમાં તેમની સારવાર ચાલી રહી છે. તેમના પત્ની પ્રીતિ ઝાંગિયાની પણ હોસ્પિટલમાં તેમની સંભાળ લઈ રહ્યા છે.

બાંદ્રાની હોસ્પિટલના ICUમાં દાખલ પરવીન
પ્રો પંજા લીગનું આયોજન કરતી તેમની સ્પોર્ટ્સ ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમને જણાવતા દુઃખ થાય છે કે બોલિવૂડ એક્ટર અને પ્રો પંજા લીગના સહ-સંસ્થાપક પરવીન દબાસને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને શનિવારે સવારે એક કમનસીબ કાર અકસ્માત બાદ બાંદ્રાની હોલી ફેમિલી હોસ્પિટલના આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા છે. અમે પુષ્ટિ કરીએ છીએ કે હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદનાઓ પરવીન અને તેના પરિવાર સાથે છે.

પ્રો પંજા લીગ પરવીનની સમગ્ર પરિસ્થિતિ પર બારીકાઈથી ધ્યાન આપી રહી છે. તમને સમય સમય પર તમામ અપડેટ મળતા રહેશે. અમે ચાહકોને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં પરવીન અને તેના પરિવારની ગોપનીયતાનું ધ્યાન રાખે. અમે પ્રવીણને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.

આ પણ વાંચો: 10 મિનિટમાં ઘરે પહોંચી જશે iPhone 16, ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે મળશે શાનદાર ઑફર્સ

પ્રવીણ દબાસ ‘ખોસલા કા ઘોસલા’, ‘રાગિણી એમએમએસ 2’, ‘માય નેમ ઈઝ ખાન’ જેવી ફિલ્મો માટે જાણીતા છે. તેણે ‘મેડ ઇન હેવન’ જેવી વેબ સીરિઝમાં પણ કામ કર્યું છે. હાલમાં જ તેઓ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘શર્મા જી કી બેટી’માં જોવા મળ્યા હતા. પરવીન પોતાના પાત્રો દ્વારા ફેન્સના દિલ જીતવાનું જાણતા હતા.