January 18, 2025

મહેસાણા PMJAY યોજનામાં ગોટાળો કરનાર હોસ્પિટલ સામે તવાઈ

Mehsana: અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી બાદ રાજ્ય સરકાર એક્શનમોડમાં છે. ત્યારે હવે મહેસાણા જિલ્લામાંથી PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય) યોજનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.  મહેસાણા PMJAY યોજનામાં ગોટાળો કરનાર હોસ્પિટલ સામે તવાઈ બોલાવવામાં આવી છે. દર્દીના રિપોર્ટ સહિતના નાણાં લેનારી 4 હોસ્પિટલોથી 5 ગણી પેનલ્ટી વસૂલાશે. જેમા કડીની ભાગ્યોદય, મહેસાણાની શંકુઝ અને વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી આરોગ્ય તંત્રએ દર્દીને રૂપિયા પરત અપાવ્યા છે. આ હોસ્પિટલ પાસેથી 5 ઘણી પેનલ્ટી વસુલ કરવામાં આવશે. આયુષ્માન કાર્ડ હોવા છતાં લાયન્સ હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી આઈસીયુનો ચાર્જ લેવાયો હતો.

આ મામલે કડીની ભાગ્યોદય જનરલ હોસ્પિટલ પાસેથી 110410 તો મહેસાણાની લાયન્સ જનરલ હોસ્પિટલ પાસેથી 65,435 પેનલ્ટી સ્વરૂપે વસુલ થશે. તેમજ વિસનગરની નૂતન હોસ્પિટલ પાસેથી 45850 અને મહેસાણાની શકુંઝ હોસ્પિટલ પાસેથી 57000 પેનલ્ટી વસુલ થશે.

આ પણ વાંચો: હમાસ-હિઝબુલ્લાહના યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો સીરિયા પર હુમલો, 15 લોકોના મોત

15 હોસ્પિટલોને પણ નોટિસ ફટકારાઈ

ટીબી હોસ્પિટલ વિજાપુર, યશ હોસ્પિટલ વિજાપુર, દુર્વા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિજાપુર, મા ઉમા હોસ્પિટલ ઊંઝા, પંચશીલ હોસ્પિટલ કડી, વાઇબ્રન્ટ હોસ્પિટલ મહેસાણા, એપલ હાર્ટ હોસ્પિટલ મહેસાણા, શૈશવ હોસ્પિટલ ખેરાલુ, શંકુઝ હોસ્પિટલ મહેસાણા, ક્રિષ્ના હોસ્પિટલ વિસનગર, કેબી હોસ્પિટલ બહુચરાજી, ગેલેક્સી હાર્ટ હોસ્પિટલ મહેસાણા, ભાગ્યોદય જનરલ હોસ્પિટલ અને સોહમ સર્જીકલ હોસ્પિટલ કડી. ભાગ્યોદય જનરલ હોસ્પિટલ કડી, મહેસાણાની શકુંઝ હોસ્પિટલ અને લાયન્સ જનરલ હોસ્પિટલ અને નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરને નોટિસ ફટકારવામાં આવી છે.