December 13, 2024

સાઉથ અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ, સંધ્યા થિયેટરમાં દોડધામ મામલે મોટી કાર્યવાહી

Allu arjun pushpa: અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદ પોલીસે તેની ધરપકડ કરી છે. પ્રીમિયરમાં ભાગદોડ મામલે તેની ધરપકડ કરાઈ છે. પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન ભાગદોડ થઈ હતી જે દરમિયાન એકનું મોત થયું હતું. આ પછી પોલીસે કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: PM Modi Prayagraj Visit: PM મોદી મહાકુંભની તૈયારીઓને લઈને પહોંચ્યા પ્રયાગરાજ

થિયેટરમાં નાસભાગ મચી ગઈ
‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરાઈ છે. પોલીસે તેની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. . 4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ થઈ હતી તે સમયે એક મહિલાનું મોત થયું હતું. મોતની સાથે ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. પોલીસે આ કેસમાં થિયેટર માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.