મોજશોખ માટે ચોરી કરતાં શખ્સોની ધરપકડ, ચાંદખેડાની સરકારી સ્કૂલમાં કરી હતી ચોરી
મિહિર સોની, અમદાવાદ: ચાંદખેડાની સરકારી સ્કુલમાથી લેપટોપ ચોરી કરનાર બે આરોપીની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં છે. મિત્રની સાથે સ્કૂલમાં ગયા બાદ ઝડપથી રુપિયા કમાવવા માટે ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે. જોકે ચોરી કર્યા બાદ મુદ્દામાલ વેચે તે પહેલા ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાથે જ મોજશોખ માટે ચોરી કરી હોવાનો ખુલાસો પણ થયો છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ રાધે પટેલ અને અક્ષતસિંગ વાઘેલા છે. બંને આરોપી ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી છે. અને તેમને ચાંદખેડામાં આવેલી અનુપમ મોડર્ન સરકારી શાળામાંથી 40 લેપટોપની ચોરી કરી હતી. 30 ઓગસ્ટ ના રોજ થયેલી ચોરીની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને ઝડપી ચોરીના ગુનામાં ગયેલો તમામ મુદ્દા માલ કબજે કર્યો છે. સાથે જ આરોપીઓને પૂછપરછમાં એ હકીકત સામે આવી કે મોજશોખ માટે ચોરી કરતા હતા.
ઝડપાયેલા બંને આરોપીની તપાસ કરતા હકીકત સામે આવી કે રાધે અને અક્ષત તેમના અન્ય એક મિત્ર ધ્રુવમ સાથે પહેલી વખત સરકારી શાળામાં ગયા. ત્યારે એક જ રૂમમાં પડેલા લેપટોપ જોઈ તેમની નિયત ખરાબ થઈ હતી. અને તે સ્કૂલની રેકી કરી રાતના સમયે ચોરીને આપ્યો હતો. મહત્વનું છે કે ધ્રુવમ સરકારી શાળામાં લેપટોપ અને કોમ્પ્યુટરના મેન્ટેનન્સ નું કામ કરે છે. માટે તેની સાથે બંને આરોપીઓ ગયા હતા. અને 40 જેટલા કોમ્પ્યુટર સસ્તા ભાવે વેચી દેશે તો મોજ શોખ માટે રૂપિયા મળશે તેવું વિચારી બંને આરોપીઓએ ચોરીને અંજામ આપ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલા બંને આરોપી પાસેથી કુલ 3 લાખ 47 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સાથે જ આરોપી પહેલી વખત ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. અને ચોરીનો મુદ્દામાલ વહેંચે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી લીધા છે. ઝડપાયેલા બંને આરોપી અભ્યાસ કરે છે. અને માત્ર મોજશોખ માટે થોડા રૂપિયા મળે તે માટે આ ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે.