December 19, 2024

વોટ્સએપે જાન્યુઆરીમાં ભારતમાં લાખો યુઝર્સના એકાઉન્ટ બંધ કર્યા!

અમદાવાદ: વોટ્સએપે જાન્યુઆરી 2024માં લાખો ભારતીય યુઝર્સના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. સાંભળીને નવું લાગ્યું ને? પરંતુ આ વાત કોઈ અફવા નથી. અગાઉની વાત કરવામાં આવે તો આ પહેલા WhatsAppએ નવેમ્બર 2023 માં ભારતમાં લગભગ 73 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં જે પોસ્ટ નકલી શેર કરવામાં આવે કે ખોટી માહિતી ફેલાવે તે માટે કાર્યવાહી કરાઈ હતી.

સૌથી વધુ ભારતીય વપરાશકર્તાઓ
વોટ્સએપે તેના અનુપાલન રિપોર્ટમાં ઉલ્લેખ કરેલો છે કે ભારતમાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી, 2024 વચ્ચે 6.72 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમાંથી 1.35 લાખ એકાઉન્ટ યુઝર દ્વારા જાણ કરવામાં આવે તે પહેલા જ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. આ રિપોર્ટ અનુસાર સૌથી વધારે WhatsApp ભારતમાં યુઝ થાય છે. જેમાં 500 મિલિયનથી વધુ લોકો ભારતમાં આ એપનો વપરાશ કરે છે. WhatsAppને જાન્યુઆરી 2024માં 14,828 ફરિયાદો મળી હતી. જે ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

સમિતિનો સંપર્ક
જે યુઝર્સની ફરિયાદો પર સોશિયલ મીડિયા કંપની દ્વારા કોઈ ધ્યાન ના આપવામાં આવે તો જેતે વ્યક્તિ આગળ કાર્યવાહી કરી શકે છે. લાસ્ટમાં ડિસેમ્બર 2023માં વોટ્સએપે લગભગ 69 લાખ એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે ફરી કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે WhatsAppમાં તમામ માહિતીની લેતી દેતી કરવામાં આવે છે. જેના કારણે WhatsAppને પણ પોતાના વપરાશકર્તાનું ધ્યાન રાખવું જરૂરી છે.