આબુરોડ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત, અમદાવાદથી જાલોર જઈ રહેલા 6 વ્યક્તિના મોત

બનાસકાંઠા: આબુરોડ નેશનલ હાઈવે પર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી જાલોર જઈ રહેલી કારને અકસ્માત નડ્યો હતો. ટ્રેલરની પાછળ કાર ધૂસી જતા અકસ્માત થયો હતો. એક જ પરિવારના 6 સભ્યોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા.
વિનાયક પેટ્રોલ પંપ નજીક ટ્રેલર અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. મહિલા, બાળકો સહિત 6 લોકોના અકસ્માતમાં મોત નિપજ્યાં છે. રાજસ્થાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર અર્થે સિરોહી ખાતે ખસેડાઈ છે.