માલપુર બસ સ્ટેન્ડ પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો

સંકેત પટેલ, અરવલ્લી: માલપુર બસ સ્ટેન્ડ પાસે હિંમતનગરથી નવસારી જતી એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. બસ સ્ટેન્ડ બહાર નીકળતા સમયે બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટના ઘટી હતી. અકસ્માતમાં સર્જાતા કારને નુકસાન થયું હતું.

મુસાફરોને ઇમરજન્સી દરવાજો ખોલીને બહાર કાઢવામાં આવ્યા હતા. માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક જામ થતા પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો.