January 22, 2025

જંબુસરના આમોદ રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 6 લોકોના ઘટનાસ્થળે મોત ત્રણની હાલત ગંભીર

Jambusar: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એકવખત જંબુસર આમોદ રોડ ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમા 6 જેટલાં વ્યકિતના કરુણ મોત નીપજ્યા છે. મગણાદ ગામ પાસે આવેલ ક્રિષ્ના હોટલ પાસે ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. જોકે, કારમાં સવાર 3 લોકોને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

મળતી માહિતી અનુસાર ભરૂચ તરફ આવતી ઇકો ટ્રકમાં ધડાકા ભેર અથડાઈ હતી. જ્યારે ઇકોમા સવાર 6 મુસાફરોના મોત નીપજ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોને જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ જંબુસર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. નોંઘનીય છે કે, ઈકો ગાડીમાં 10 લોકો સવાર હતા જેઓ શુકલતીર્થ જઈ રહ્યા હતા.

મૃત્યુ પામનાર કામનસીબો
 
1) સપનાબેન જયદેવ ગોહિલ,
2) જયદેવ ગોવિંદભાઇ ગોહિલ બંને રહે પાચકડા
3) કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ રહે અલાદાર તા. વાગરા
4) હંસાબેન અરવિંદ જાદવ રહે વેડચ
5) સંધ્યાબેન અરવિંદ જાદવ રહે, વેડચ
6) વિવેક કુમાર ગણપત પરમાર રહે ટંકારી બંદર,
 
ઇજા પામનાર
 
1) નીધીબેન ગણપત રહે. ટંકારી બંદર
2) મિતલબેન ગણપતભાઇ રહે. ટંકારી બંદર
3) ગણપતભાઇ રમેશભાઈ રહે. ટંકારી બંદર
4) અરવિંદભાઈ રયજીભાઈ રહે. વેડચ

આ પણ વાંચો: તિરુપતિ મંદિરમાં હવે નહીં ઉભુ રહેવું પડે લાઈનમાં.. 2 કલાકમાં થશે દર્શન