January 19, 2025

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ: Halol, Patdi અને Mehsanaમાં 3 લોકોના મોત

ગુજરાત: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હાલ રાજ્યમાં ત્રણ જગ્યાએ અકસ્માત થવાથી મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. તો પાટડી અને માવસર ગામ વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલકનું મોત થયું છે. જ્યારે મહેસાણાના તોરણવાડી ચોકમાં રિક્ષાની ટક્કરે મહિલાનું મોત નીપજ્યાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર અકસ્માત એકનું મોત થયું છે. બાઈક સવારને અજાણ્યા વાહને અડફેટે લીધો હતો. નોંધનીય છે કે બાઇક ચાલક કંપનીમાં નોકરી કરવા જતો હતો તે દરમ્યાન અક્સ્માત સર્જાયો હતો. જોકે, ઈજાગ્રસ્ત યુવકને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવક હાલોલના કથોલા ગામનો હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: પંજાબમાં હરભજન સિંહે આપ્યો વોટ, કેજરીવાલથી લઇ AAP પર શું કહ્યું?

તો પાટડી અને માવસર ગામ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમા બાઇક સ્લીપ થતાં ચાલકનું મોત નીપજ્યું છે. મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટસલમાં ખસેડાયો છે. મીઠાધોડાના આધેડ પાટડી જતા સમયે બાઇક સ્લીપ થયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સિવાય મહેસાણાના તોરણવાડી ચોકમાં રિક્ષાની ટક્કરે મહિલાનું મોત નીપજ્યું છે. નોંધનીય છે કે સવિતાબેન નરસંગભાઈ પરમાર નામની 40 વર્ષીય મહિલાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. જોકે, અજાણ્યો રિક્ષા ચાલક મહિલાને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. આ બાદ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. મહિલાના પરિવારજનોએ અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.