શરદ પવારના કાફલાનો થયો અકસ્માત, પરભણી પાસે કાર એકબીજા સાથે અથડાઈ
Sharad Pawar car Accident: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારના કાફલા સાથે અકસ્માત થયો હતો. પરભણી પાસે તેમના કાફલાની કાર એકબીજા સાથે અથડાઈ હતી. જો કે આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. આ ઘટના શુક્રવારે બની જ્યારે શરદ પવાર બીડના કેજ તાલુકાના મસાજોગ ગામની મુલાકાતે ગયા હતા. દરમિયાન પરભણી પાસે તેમના કાફલાની કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
મળતી માહિતી મુજબ, પરભણીમાં સરપંચ સંતોષ દેશમુખના પરિવારજનોને મળ્યા બાદ પરત ફરતી વખતે શરદ પવારની કાર આગળ વધ્યા બાદ એમ્બ્યુલન્સે અચાનક બ્રેક લગાવી, જેના કારણે પાછળથી આવતી કાર એકબીજા સાથે અથડાઈ. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.