20 લાખના લાંચ કેસમાં TDO-એન્જિનિયર વિરુદ્ધ ACB દાખલ થશે અપ્રમાણસર મિલકતનો કેસ
મિહિર સોની, અમદાવાદ: 20 લાખની લાંચ લેતા ઝડપાયેલા આસિસ્ટન્ટ ડીટીઓના રિમાન્ડ મેળવી તપાસ શરુ કરવામાં આવી છે. TDO અને એન્જીનીયરની ધરપકડ કરી ACBએ ઘર અને ઓફીસમાં તપાસ કરી હતી. જે તપાસ બાદ અપ્રમાણસરની મિલકતનો ગુનો પણ ACB નોંધી શકે છે. તો લાંચમાં સંડોવાયેલા અન્ય અધિકારી સુધી તપાસનો રેલો પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસીસ્ટન્ટ TDO હર્ષદ ભોજક અને આશીષ પટેલને રુપિયા 20 લાખની લાંચ લેતા ACB એ રંગે હાથ ઝડપી લીધા હતા. જે બાદ હર્ષદ ભોજકના ઘરે રેડ કરી 73 લાખ રોકડા અને સોનાની લગડી મળી કુલ 77 લાખની રકમ જપ્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે ફરિયાદીની માલિકી ની જમીન પર રહેલા મકાન અને દુકાન કોર્પોરેશને તોડી પાડી હતી, તે જમીન પરત મેળવવા 50 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેમાં 20 લાખ રુપિયા નક્કી કર્યા હતા. તે રુપિયા સ્વિકારતા ACBએ તેમને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ACB એ બન્ને લાંચીયા અધિકારીની ધરપકડ કરી તેમની ઓફિસ અને ઘરે તપાસ કરી હતી. જેમાં સરકારી કચેરી માથી કેટલીક ફાઈલો કબ્જે કરવામાં આવી છે. સાથે જ ફરિયાદીની જમીન રોડ બનાવવાના બહાને ખાલી કરાવી હોવાનું પણ સામે આવ્યું છે.. જે તપાસ માટે ACBએ 5 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.. તો બીજી તરફ હર્ષદ ભોજકના ઘરેથી મળેલી રોકડ મામલે તપાસ કરતા આ રોકડ ક્યાંથી આવી તે અંગે અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો પણ નોધાઈ શકે છે. તો બીજી તરફ હર્ષદ દ્વારા ક્લિયર કરેલી ફાઈલો અન્ય કેટલા અધિકારી તપાસ કરે છે. અને લાંચની રકમમા કોની કોની સંડોવણી સામે આવે છે. તે તમામ વિરુધ્ધ ACB કાર્યવાહી કરશે.
ACBની તપાસમાં સામે આવ્યુ કે હર્ષદ ભોજક 1 એપ્રિલ 2023 થી આસિસ્ટન્ટ TDO તરીકે ફરજ બજાવે છે. આમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 35 વર્ષથી નોકરી કરી રહ્યા છે. જેથી તેના કાર્યકાળમાં કેટલી જમીનની ફાઈલો તેણે ક્લિયર કરી છે અને અન્ય કેટલા લોકો પાસેથી લાંચ મેળવી છે તે અંગે પણ તપાસ શરુ કરવામાં આવી છે. ત્યારે જોવુ એ રહ્યું કે અમદાવાદના લાંચિયા અધિકારી પાસેથી કેટલી બેનામી સંપતી મળે છે અને ACB શુ કાર્યવાહી કરે છે.