ACB દ્વારા છત્રાલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સહિત ચાર લોકોની ધરપકડ
ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની છત્રાલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગીતાબેન સોલંકી સહિત ચાર લોકોને 40 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા છે. લાંચ લેવાના કેસમાં મહિલા સરપંચના પતિ દેહલ્લાજી સોલંકી, પુત્ર વિક્રમ સિંહ અને ભત્રીજો જયપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે.
ACBને મહિલા સરપંચ વિરુદ્ધ ફરિયાદ મળી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે છત્રાલા ગ્રામ પંચાયતમાં સિમેન્ટ રોડ (આરસીસી રોડ) તૈયાર કર્યો હતો. 5 લાખના આ કામના બિલના ચેક લેવા માટે તેઓ સરપંચને મળ્યા હતા. તે સમયે તેના પતિ અને પુત્ર પણ ત્યાં હતા. આરોપ છે કે આ ત્રણેએ ચેક આપવા માટે 40 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જો 40 હજાર ચૂકવવમાં આવશે ચો આ ચેક આપવામાં આવશે તેમ જણાવાયું હતું. જેને પગલે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશનની ટીમે ગુરુવારે મહિલા સરપંચના ઘરે પ્લાન ગોઠવ્યો હતો. જ્યાં ફરિયાદીના પતિએ સરપંચની હાજરીમાં ફરિયાદી સાથે વાત કરી અને લાંચની રકમ તેના પુત્રએ સ્વીકારી લીધી હતી અને ત્યારબાદ સરપંચના ભત્રીજાને આપવામાં આવી હતી, આ રકમ તેણે તેના કમરમાં છુપાવી દીધી હતી. ત્યારબાદ ત્યાં હાજર એસીબીની ટીમે આરોપીને લાંચની રકમ સ્વીકારતા પકડી પાડ્યો હતો.