તમારા ઘરમાં AC છે તો આ ભૂલ ના કરતા નહીં તો ધડાકો થશે

AC: ઉનાળો આવી ગયો છે. મોટા ભાગના લોકોના ઘરમાં AC હોય છે. પરંતુ તમારી બેદરકારીથી તમારો જીવ ACના કારણે જીવ જઈ શકે છે. ત્યારે અમે તમારા માટે થોડી માહિતી લઈને આવ્યા છીએ. તેને ફોલો કરશો તો AC બ્લાસ્ટ થવાથી જીવ ગુમાવવો પડશે નહીં.
ઉનાળામાં AC બ્લાસ્ટ થવાના કારણો
ઉનાળાની સિઝનમાં લોકો એસીનો ઉપયોગ વધારે કરે છે. પરંતુ તેની યોગ્ય કાળજી લેવામાં ના આવે તો તમારી બેદરકારી તમારો જીવ લઈ શકે છે. ત્યારે આવો જાણીએ કે કયા કારણોથી AC બ્લાસ્ટ થઈ શકે છે
કોમ્પ્રેસર ઓવરહિટીંગ
AC લાંબા સમય સુધી સર્વિસ વગર ચાલે છે ત્યારે તેમાં ધૂળ એકઠી થઈ જાય છે. જેના કારણે કોમ્પ્રેસર પર વધારાનું દબાણ થાય છે. તેના કારણે બ્લાસ્ટ થઈ શકે છે. જેના કારણે સમય સમયે તેને સર્વિસ કરાવતા રહો.
પાવર વધઘટ
જો તમારા વિસ્તારમાં વીજળીના વોલ્ટેજમાં વધઘટ થઈ રહી છે. તો તેના કારણે બ્લાસ્ટ થઈ શકે છે. જેના કારણે સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરો. આવું કરવાથી એસીમાં બ્લાસ્ટ થતા તમે રોકી શકો છો.
આ પણ વાંચો: Zomato: મંત્રાલયે ઝોમેટોનું નામ બદલવાની પણ મંજૂરી આપી
શોર્ટ સર્કિટ અને ખરાબ વાયરિંગ
શોર્ટ સર્કિટ બ્લાસ્ટનું મુખ્ય કારણ હોય શકે છે. વાયરિંગ જૂનું હોય તો તેને ચેન્જ કરી દો. આગળ જઈને બાકી એસીમાં આગ કે બ્લાસ્ટ થઈ શકે છે.