January 18, 2025

રાજ્યસભામાં અભિષેક મનુ સિંઘવીની સીટ નીચેથી નોટોના બંડલ મળ્યા, જાણો સાંસદની સ્પષ્ટતા

Abhishek SinghviL: રાજ્યસભામાં સુરક્ષા તપાસ દરમિયાન કોંગ્રેસના સાંસદની સીટ પરથી ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા. જે બાદ હોબાળો થયો છે. ગઈકાલે સુરક્ષા તપાસ સીટ નંબર 222 પર નોટોના બંડલ મળી આવ્યા હતો. જેને લઈને રાજ્યસભામાં હોબાળો થયો છે.

રાજ્યસભામાં થયો હોબાળો
એક માહિતી પ્રમાણે રાજ્યસભા સીટ નંબર 222માંથી નોટોના બંડલ મળી આવ્યા હતો. આ સીટ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સિંઘવીની છે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે આ સમગ્ર મામલાની તપાસ નિયમો અનુસાર કરાશે. આ મામલે અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેમને ખબર નથી કે મામલો શું છે. અભિષેક મનુ સિંઘવીએ એમ પણ કહ્યું કે હું માત્ર 500 રૂપિયાની નોટ લઈને જ સંસદમાં જાઉં છું