April 2, 2025

SRH VS DC: શું અભિષેક શર્માએ પોતાના જ પગમાં કુહાડી મારી? વીડિયો થયો વાયરલ

SRH VS DC: અભિષેક શર્માનું હજૂ આ સિઝનમાં કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. રાજસ્થાન સામેની પહેલી મેચમાં 24 રન અને આજની દિલ્હી સામેની મેચમાં ફ્કત 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પરંતુ આ વખતે તેની ભૂલ વગર આઉટ થયો હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે, જ્યારે તે મેદાન પરથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેના ચહેરા પર નિરાશા જોવા મળી રહી હતી.

અભિષેક ઓછો રસ દાખવ્યો
અભિષેક તેની પહેલી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો. પાંચમાં બોલ પર તે રન આઉટ થઈ ગયો હતો. પાંચમા બોલ સમયે એવું બન્યું કે હેડ બેટ પર વાગ્યો અને રન માટે દોડ્યો અભિષેકે રન લેવાનો ઇનકાર કરી દીધો હતો. તે પછી પણ હેદ દોડ્યો હતો. કારણ કે એક રન કરવો સરળ હતો. પરંતુ અભિષેકે ઓછો રસ દાખવ્યો, જેની કિંમત તેણે પોતાની વિકેટ ગુમાવીને ચૂકવવી પડી, કારણ કે વિપ્રજ નિગમે તેને ડાયરેક્ટ થ્રોથી આઉટ કરી દીધો હતો.

આ પણ વાંચો: IPL 2025: મુંબઈના 16.30 કરોડ પાણીમાં ગયા? રોહિત થયો ટ્રોલ

બંને ટીમના ખેલાડીઓ

સનરાઇઝર્સ હૈદરાબાદ (પ્લેઇંગ ઇલેવન)- હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી

દિલ્હી કેપિટલ્સ (પ્લેઇંગ ઇલેવન)- અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), વિપ્રજ નિગમ, જેક ફ્રેઝર-મેકગર્ક, મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, મોહિત શર્મા, મુકેશ કુમાર