January 23, 2025

Abhishek Sharmaએ બનાવ્યો આ મોટો રેકોર્ડ

IND vs ZIM: ટીમ ભારતમાં આ વખતે ઘણા નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. 5 મેચની T20 શ્રેણી રમવા માટે ઝિમ્બાબ્વે પ્રવાસ પર પહોંચી ગઈ છે. એક ખેલાડી પર દરેકની નજર જોવા મળી હતી. 23 વર્ષીય અભિષેક શર્મા પર મોટા ભાગના લોકોની નજર હતી. તેણે એક એવું કારનામું કર્યું જે હવે રેકોર્ડ બુકમાં નોંધાયેલું છે.

ભારતીય ટીમ મોકલવામાં આવી
ઝિમ્બાબ્વેનો પ્રવાસ ભારતીય ટીમ માટે અત્યાર સુધી ઘણો સફળ રહ્યો છે. શુભમન ગિલની કેપ્ટન્સીમાં આ પ્રવાસ પર યુવા ભારતીય ટીમ મોકલવામાં આવી હતી. આઈપીએલ 2024માં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને તક આપવામાં આવી હતી. એમાના એક હતા અભિષેક શર્મા. ચોથી T20 મેચમાં એક એવો રેકોર્ડ બનાવ્યો તેણે કે જે અત્યાર સુધી કોઈ ભારતીય ખેલાડી T20 ઈન્ટરનેશનલમાં બનાવી શક્યો નથી.

પ્રથમ ભારતીય ખેલાડી છે
અભિષેક શર્માને આ T20 શ્રેણીની પ્રથમ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી, પરંતુ તે શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી બીજી મેચમાં તેણે પોતાની પ્રતિભા બતાવી અને શાનદાર સદીની ઇનિંગ રમતા જોવા મળ્યો હતો. તેણે એવી ઇનિંગ રમી કે દરેક લોકોનું ધ્યાન તેના પર ગયું હતું. અભિષેક T20 ઈન્ટરનેશનલમાં પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે, જેણે એક જ શ્રેણીમાં સદી ફટકારવાનો અને વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો છે.

આ પણ વાંચો; T20 ઈન્ટરનેશનલમાં Team Indiaનું મોટું કારનામું

આ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓ
લાલા અમરનાથ – ટેસ્ટ (1933માં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે 3 મેચની ટેસ્ટ શ્રેણી)

કપિલ દેવ – ODI (1983 ODI વર્લ્ડ કપ)

અભિષેક શર્મા – T20 આંતરરાષ્ટ્રીય (વર્ષ 2024, ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ)