અભિષેક શર્માએ પોતાની સદીનો શ્રેય આ ખેલાડીને આપ્યો, મેચ પછી કર્યો મોટો ખુલાસો

Abhishek Sharma: પંજાબ કિંગ્સ (PBKS) સામેની મેચમાં SRH ઓપનર અભિષેક શર્માએ 141 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ પછી અભિષેક શર્માએ તેના માર્ગદર્શક યુવરાજ સિંહ તેમજ T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો: ગિલ અને સાઈ સુદર્શને IPL 2025 માં બનાવ્યો મોટો રેકોર્ડ, પ્રાપ્ત કરી આ સિદ્ધિ
અભિષેક શર્માએ કહી આ વાત
અભિષેક શર્માએ પોતાના ખરાબ પ્રદર્શનને લઈને કહ્યું કે, કોઈપણ ખેલાડી માટે તે ફોર્મમાંથી પસાર થવું સરળ હોતું નથી. મારી તબિયત સારી ના હતી. આ વિશે મે ટ્રેવિસ સાથે વાત કરી હતી. અમારા બંને માટે આજનો દિવસ ખાસ હતો. આ મેચમાં મે થાડા શોટ અજમાવ્યા અને વિકેટના કદ અને ઉછાળાનો ઉપયોગ કરીને ઘણા રન બનાવવા માંગતો હતો. એક ખેલાડી અને યુવાન તરીકે તે ખૂબ જ મુશ્કેલ હતું, યુવી પાજીનો ખાસ ઉલ્લેખ તેણે કર્યો અને કહ્યું કે તેઓ તેમની સાથે સતત વાત કરી રહ્યા છે અને તેમણે સૂર્યકુમાર યાદવનો પણ આભાર માન્યો. તેમણે કહ્યું કે તેઓ તેમના સંપર્કમાં છે અને સૂર્યા હંમેશા તેમની સાથે છે.