Abhishek Sharmaએ સદી ફટકારીને ઇતિહાસ રચ્યો
Abhishek Sharma Century: અભિષેક શર્માએ ઝિમ્બાબ્વે સામેની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેની જોરદાર ઇનિંગ સામે ઝિમ્બાબ્વેના બોલરો ટકી શક્યા ના હતા. અભિષેક શર્મા માત્ર એક મેચ બાદ તે ઝીરોમાંથી હીરો બની ગયો છે. તેણે છેલ્લી મેચમાં ડેબ્યૂ કર્યું હતું અને શૂન્ય રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પરંતુ તેણે બીજી મેચમાં જ સદી ફટકારીને ટીકાકારોને ચૂપ કરી દીધા હતા. અભિષેકના કારણે ટીમ ભારતે મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી.
અભિષેક શર્માએ 100 રન બનાવ્યા
અભિષેક શર્માએ ઇનિંગ્સની શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. જોકે શુભમન ગિલ આઉટ થઈ ગયો હતો. અભિષેક શર્માએ 100 રન બનાવ્યા હતા. ઇનિંગ દરમિયાન 7 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. તે 100 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેક શર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સતત ત્રણ સિક્સર ફટકારીને સદી પૂરી કરનાર પહેલો ભારતીય બેટ્સમેન બની ગયો છે.અભિષેક શર્માએ પોતાની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં સદી ફટકારી છે. આ પહેલા આ રેકોર્ડ સ્ટાર દિપક હુડાના નામે છે. ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે સાચો સાબિત થયો હતો. પહેલી મેચમાં બોલિંગ કરીને ગિલે ભૂલ કરી હતી. જે 2જી મેચમાં ભૂલ કરી ના હતી.
આ પણ વાંચો: India vs Zimbabwe T20 Series: India Teamની હારથી ફેન્સને યાદ આવ્યો આ ખેલાડી
બંને ટીમના આ ખેલાડીઓ રમ્યા હતા
ભારત (પ્લેઈંગ ઈલેવન):સાઈ સુદર્શન, રિયાન પરાગ, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટમાં), વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રૂતુરાજ ગાયકવાડ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર.
ઝિમ્બાબ્વે (પ્લેઈંગ ઈલેવન): વેસ્લી માધવેરે, ઈનોસન્ટ કૈયા, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મેડેન્ડે (ડબ્લ્યુ), વેલિંગ્ટન મસાકાડઝા, લ્યુક જોંગવે, બ્લેસિંગ મુઝારાબાની, ટેન્ડાઈ ચતારા.