December 26, 2024

ટીમ ઈન્ડિયામાં આ બેટ્સમેનની વાપસી, IPLમાં મચાવી હતી તબાહી

IND vs BAN T20: ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ સામે ત્રણ મેચની T20 સિરીઝ રમશે. આ સિરીઝની પ્રથમ મેચ 06 ઓક્ટોબરે ગ્વાલિયરમાં રમવામાં આવશે. જેના માટે BCCIએ ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી દીધી છે. ગઈ કાલે BCCI ભારત VS બાંગ્લાદેશ T20 સિરીઝની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં એક એક યુવા બેટ્સમેનની વાપસી કરવામાં આવી છે. T20 માટે યુવા ખેલાડીની તક આપવામાંઆવી છે.

આ ખેલાડીની વાપસી
T20 સિરીઝ માટે જાહેર કરાયેલી ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. તેમાંથી એક છે અભિષેક શર્મા. અભિષેક શર્માની વાપસીથી ચાહકોમાં ખુશી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે અભિષેક શર્માને આ વર્ષે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક મળી હતી. જ્યાં તે ઝિમ્બાબ્વે સામે રમાયેલી પાંચ મેચની T20 સિરીઝ દરમિયાન જોવા મળ્યો હતો. શ્રીલંકા સામે રમાયેલી T20 સિરીઝ દરમિયાન અભિષેક શર્માને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. આ સમયે BCCIની પસંદગી પર ઘણા સવાલો થયા હતા. રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. હવે સવાલ એ છે કે તેનું સ્થાન કોણ લેશે.

આ પણ વાંચો: રણજી ટ્રોફીમાં રમી રહેલા ખેલાડીઓનો પગાર કેટલો હોય છે?

બાંગ્લાદેશ સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમ
રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, જીતેશ શર્મા, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને મયંક યાદવ.