કોણ છે અભિનવ અરોરા? જેને સંત રામભદ્રાચાર્યે મંચ પરથી નીચે ઉતાર્યો’તો?

Abhinav Arora Rambhadracharya: છેલ્લા ઘણા દિવસથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સંત રામભદ્રાચાર્ય એક બાળકને સ્ટેજ પરથી નીચે ઉતારી દે છે. જોકે આ બાળક તો કીર્તન કરી રહ્યો હતો. આ બાળકનું નામ અભિનવ અરોરા છે. સોશિયલ મીડિયામાં તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે રામભદ્રાચાર્યએ બાળકને એમ પણ કહ્યું કે ‘મૂર્ખ બાળક’ છે. ત્યારે તમને સવાલ થતો હશે કે આ અભિનવ અરોરા કોણ છે.
કોણ છે અભિનવ અરોરા?
અભિનવ અરોરાની છબી બાળ સંતની છે. સોશિયલ મીડિયા પર તે સતત ટ્રેડિંગમાં રહે છે. તે અલગ અલગ ભક્તિના વીડિયો પોસ્ટ કરે છે. તેની ઓળખ ભક્ત તરીકે થાય છે. લાખોની સંખ્યામાં લોકો તેને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. ભક્તિમાં તલ્લીન નૃત્ય પણ કરતો જોવા મળે છે. ભગવાન કૃષ્ણ અને રાધાનો તે ભક્ત છે. અભિનવ ઘણી આધ્યાત્મિક સ્થળની યાત્રા કરે છે.
View this post on Instagram
આ પણ વાંચો: ઓડિશામાં વાવાઝોડા ‘દાના’ની સાથે સાપે તબાહી મચાવી, 28 લોકો હોસ્પિટલમાં દાખલ
અભિનવને લઈને કેમ શરૂ થયો વિવાદ?
તમને જણાવી દઈએ કે જગદગુરુ રામભદ્રાચાર્યનો આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયોમાં તે બાળ સંત અભિનવ અરોરાને સ્ટેજ પરથી નીચે લાવવાની વાત કરતા જોવા મળે છે. ખરેખમાં થયું એવું કે અભિનવ અરોરા જગદગુરુ રામભદ્રાચાર્યના આશીર્વાદ લેવા માટે મંચ પર આવ્યા હતા અને તેમણે ભગવાન રામના નામના નારા પણ લગાવ્યા હતા. આ પછી જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું, તેમને સ્ટેજ પરથી નીચે ઉતારો, મારી મર્યાદા છે.