January 10, 2025

સતાધારના વિજયબાપુ-ગીતાબેન એકબીજાને ઇશારા કરતા હોય છેઃ આપા ગીગા ઓટલાના મહંત

રાજકોટઃ સતાધારના મહંત વિજય બાપુના વિવાદ મામલે ચોટીલાના આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

વિજયભગતને લખવામાં આવેલા પત્રને લઈ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ‘વિજય ભગત મારા પર આક્ષેપ કરે છે તેમાં કંઈ નવાઈ નથી. અગાઉ પણ વિજય ભગત મારા પર આક્ષેપ કરી ચૂક્યા છે. જે-તે સમયે સતાધાર ગાદીના મહંત જીવરાજબાપુ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે, વિજય ભગત તમે શા માટે નરેન્દ્રને હેરાન કરો છો? તેને આપણું શું બગાડ્યું છે?’

તેઓ વધુમાં કહે છે કે, ‘જીવરાજબાપુ અગાઉ મારા કેરેક્ટરનું સર્ટિફિકેટ આપી ચૂક્યા છે. સતાધાર ધામના દરેક કાર્યક્રમોમાં ગીતા બહેનની હાજરી શા માટે અનિવાર્ય હોઈ છે? હું પ્રૂફ આપવાનો છું. ગીતાબેન અને વિજય ભગત નવરાત્રિના ગરબા સમયે એકબીજા સામે ઈશારા કરતા હોય છે. સતાધાર ધામ ફકડ્ડ અને વિરક્તની ગાદી છે. મારી અને વિજય ભગતનું લિંગ પરીક્ષણ કરવામાં આવે. ગીતાબેનની પણ શારીરિક તપાસ કરાવવામાં આવે. પગમાં સેના કડા પહેરે છે? હિપ્નોટાઈઝ કરે છે. હું એસપીને પત્ર લખી જાણ કરીશ. મારા ખર્ચે વિજય ભગત અને ગીતાબેનના ઘરે કમાન્ડો રાખવા તૈયાર છું.’