January 22, 2025

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AAPની જીત, મહેશ કુમાર દિલ્હીના મેયર બન્યા

Delhi New Mayor: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેશ કુમારે જીત મેળવી છે. તેમણે ભાજપના શકુરપુર વોર્ડના કાઉન્સિલર કિશન લાલને હરાવ્યા હતા. મહેશ કુમારને 133 મત મળ્યા જ્યારે ભાજપના કાઉન્સિલરને 130 મત મળ્યા, બે મત રદ થયા. નોંધનીય છે કે, મહેશ કુમાર કરોલ બાગ વિધાનસભા ક્ષેત્રના દેવ નગરના વોર્ડ 84 ના કાઉન્સિલર છે. મહેશે DUની મોતીલાલ નેહરુ કોલેજમાંથી B.Comનો અભ્યાસ કર્યો છે.

દિલ્હીને દર વર્ષે નવા મેયર મળે છે
MCDના નિયમો અનુસાર, દિલ્હીમાં દર વર્ષે મેયરની ચૂંટણી યોજાય છે. આ ચૂંટણીઓ એપ્રિલમાં યોજાય છે. પ્રથમ ટર્મ મહિલાઓ માટે, બીજી ઓપન કેટેગરી માટે, ત્રીજી અનામત કેટેગરી માટે અને છેલ્લી બે ટર્મ ફરીથી ઓપન કેટેગરી માટે છે.