January 8, 2025

AAPની ફરી એકવખત મુશ્કેલીઓ વધી! ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડ

Delhi: દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ખંડણીના કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડ કરી છે. આ ધરપકડ ત્યારે થઈ જ્યારે તપાસ દરમિયાન બાલિયાન અને કુખ્યાત ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુ વચ્ચે એક ઓડિયો ક્લિપ સામે આવી હતી. આ વાતચીતમાં કથિત રીતે વેપારીઓ પાસેથી ખંડણી વસૂલવાની યોજનાની ચર્ચા કરવામાં આવી હતી.

પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ખંડણી નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે સમજવા માટે તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી AAP પાર્ટી ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

AAPએ ધરપકડને ગેરકાયદે ગણાવી
આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે. સાંસદ સંજય સિંહે કહ્યું કે નકલી ઓડિયો ક્લિપ સામે કોર્ટના સ્ટે હોવા છતાં ભાજપે ધરપકડ કરી. આ સાથે તેમણે કહ્યું કે આ ભાજપની હતાશા છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશે તાત્કાલિક હિંદુઓ પર અત્યાચાર બંધ કરવો જોઈએ…RSSએ કહ્યું- ચિન્મય દાસને મુક્ત કરો

ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ એક કથિત ઓડિયો ક્લિપ જાહેર કર્યા બાદ આ ધરપકડ કરવામાં આવી હતી જેમાં બાલ્યાને ગેંગસ્ટર પાસેથી પૈસા પડાવવાની યોજના ઘડતા સાંભળવામાં આવ્યા હતા. ભાટિયાએ આ મામલાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યો અને આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં ખંડણીનું નેટવર્ક ચલાવી રહી છે. તેણે કહ્યું કે દિલ્હીના વેપારીઓ અને બિલ્ડરો પાસેથી ખંડણી વસૂલવામાં આવી રહી છે.