મિત્રો સાથે શરત લગાવવી પડી ભારે, વલસાડના એક મિત્રને મળ્યું મોત

Valsad: વલસાડની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં મિત્રોએ અંદરો અંદર શરત લગાવી હતી. જેમા એક મિત્રને મોત મળ્યું છે. વલસાડની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં મિત્રોએ અંદરો અંદર શરત લગાવી હતી. જેમા એક મિત્રને મોત મળ્યું છે વલસાડના પ્રકાશ ઉર્ફે પીસી પટેલ તેના મિત્રો સાથે દમણ ફાર્મ હાઉસ ગયા હતા. ત્યારે ત્રણેય મિત્રો સ્વિમિંગ પૂલમાં નાહવા પડ્યા હતા અને શરત લગાવી હતી કે કોણ વધારે સમય પાણીમાં રહી શકે. ત્યારે આ એક શરતને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર આ ત્રણેય મિત્રોએ શરત લગાવી હતી કે કોણ વધારે સમય સુધી પાણીમાં રહી શકે છે. જેને લઈને ત્રણેય મિત્રોએ સ્વીમિંગપુલમાં ડૂબકી લગાવી હતી. જેમાથી 2 મિત્રો બહાર આવ્યા પરંતુ પ્રકાશ પટેલ લાંબા સમય સુધી પાણીમાંથી બહાર નહીં આવતા મિત્રોએ પાણીમાંથી શોધી બહાર કાઢ્યા હતા. બાદમાં CPR આપી બચાવવા પ્રયાસ કર્યા હતા. જોકે હોસ્પિટલમાં ખસેડતા તબીબોએ પ્રકાશ પટેલને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા છે.
આ પણ વાંચો: જલારામ બાપાનું નહીં પરંતુ 18 વર્ણનું અપમાન કરવામાં આવ્યું: પરસોતમ પીપળીયા