January 18, 2025

ઉતરાયણ પહેલાં મહેસાણામાં ચાઈનીઝ દોરીએ યુવકનો લીઘો ભોગ

Mehsana: મહેસાણામાં ચાઇનીઝ દોરીએ એક યુવકનો ભોગ લીધો છે. આંબલીયાસણ બ્રિજ પર મહેશજી ઠાકોર નામના યુવકનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. બાઈક ચાલક યુવાન પત્ની સાથે બાઈક ઉપર જઈ રહ્યો હતો તે સમયે આ ઘટના બની હતી.

મળતી માહિતી અનુસાર ઉતરાયણ પહેલાં જ મહેસાણામાં ચાઈનીઝ દોરીએ એક યુવકનો ભોગ લીધો છે. યુવક પત્ની સાથે બાઈક પર જઈ રહ્યો હતો તે સમયે ચાઇનીઝ દોરી ગળાના ભાગે વાગતા યુવકનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ સુરતમાં પણ આવી એક ઘટના સામે આવતા સુરત પોલીસે 2 મહિનાપહેલાં જ જાહેરનામું બહાર પાડ્યું છે. આજથી સુરતમાં 16 જાન્યુઆરી સુધી ચાઈનીઝ દોરી અને તુકકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરતમાં ઉત્તરાયણના બે મહિના પહેલા 1 યુવકનું ગળું કપાયું હોવાના સમાચાર આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસની લાલઆંખ, ટ્રાફિક નિયમનો કર્યો ભંગ તો લાયસન્સ થશે રદ્દ