‘મુસ્લિમોના અધિકારો છીનવી લેવાનું હથિયાર’, રાહુલ ગાંધીએ વક્ફ બિલનો કર્યો જોરદાર વિરોધ

Rahul Gandhi: બુધવારે મોડી રાત્રે લોકસભાએ વકફ (સુધારા) બિલ બહુમતીથી પસાર કર્યું. ગૃહમાં વક્ફ બિલના પક્ષમાં કુલ 288 મત પડ્યા. કુલ 232 સાંસદોએ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું. નીચલા ગૃહમાં બિલ પસાર થયા પછી તેને આજે જ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેને ભારતના મૂળ વિચાર પર હુમલો ગણાવ્યો છે.

લોકસભામાં વક્ફ બિલ પર મતદાન દરમિયાન રાહુલ ગાંધીએ એક પોસ્ટ દ્વારા આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ‘વક્ફ (સુધારા) બિલ મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવા અને તેમના અંગત કાયદાઓ અને મિલકતના અધિકારો છીનવી લેવાનું એક હથિયાર છે.’ રાહુલ ગાંધીએ તેને કલમ 25નું ઉલ્લંઘન ગણાવતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આ કાયદાનો સખત વિરોધ કરે છે.

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન – રાહુલ ગાંધી
વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આગળ લખ્યું, ‘આરએસએસ, ભાજપ અને તેમના સાથીઓ દ્વારા બંધારણ પર કરવામાં આવેલો આ હુમલો આજે મુસ્લિમોને નિશાન બનાવીને કરવામાં આવી રહ્યો છે. પરંતુ તે ભવિષ્યમાં અન્ય સમુદાયોને લક્ષ્ય બનાવવા માટે એક મિસાલ સ્થાપિત કરે છે. કોંગ્રેસ પાર્ટી આનો સખત વિરોધ કરે છે કારણ કે તે ભારતના મૂળભૂત વિચાર પર હુમલો કરે છે અને કલમ 25, ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે.

આ પણ વાંચો: ભારતીય વાયુ સેનાએ જામનગર પ્લેન ક્રેશને લઈ આપી પ્રતિક્રિયા, અકસ્માતનું કારણ જાણવા માટે અપાયો આદેશ

સરકારે બુધવારે લોકસભામાં વકફ (સુધારા) બિલ પસાર કરવા માટે રજૂ કર્યું. સરકારમાં લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ બપોરે 12 વાગ્યે ગૃહમાં તેને રજૂ કર્યું. જેના પર 12 કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ. મોડી રાત્રે ગૃહ દ્વારા વકફ બિલ પસાર કરવામાં આવ્યું.