December 26, 2024

દગડુ શેઠ ગણપતિ મહોત્સવમાં બાપ્પાને પહેરાવાઈ 551મીટરની પાઘડી

સંજય વાઘેલા, જામનગર: છોટા કાશી ગણાતા જામનગરમાં પણ ધામધૂમ પૂર્વ ગણપતિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. અનેક સ્થળોએ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. તેમાં પણ ખાસ અનોખી રીતે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવા માટે જાણીતા 8 વન્ડર ગ્રુપ દ્વારા આ વખતે પણ અનોખી રીતે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા દગડુ શેઠ ગણપતિ મહોત્સવનું આયોજન કર્યુ છે. જેમાં આ વર્ષે વિશ્વની સૌથી મોટામાં મોટી 551 મીટરની પાઘડી ગણપતિજીને પહેરાવવામાં આવી છે.

 

દગડુ શેઠ ગણપતિ મહોત્સવ 28મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આ ગણપતિ મહોત્સવમાં દર વર્ષે અલગ અલગ કાર્યક્રમ યોજાય છે. અને આઠ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મેળવ્યું છે.

ત્યારે આ વર્ષે વિશ્વની સૌથી મોટામાં મોટી 551 મીટરની પાઘડી ગણપતિજીને પહેરાવાશે જે માટે આજે સવારે આ 551 મીટરની વિશાળ પાઘડી ગણપતિજી પહેરાવવામાં આવી એ ઉપરાંત અગીયાર હજાર એકસો એક મોદક લાડુ ની પરસાદી કરી લોકો ને પ્રસાદમાં આપી હતી.