November 19, 2024

મેરઠમાં વરસાદને કારણે ત્રણ માળની ઇમારત ધરાશાયી, 6ના મોત; કાટમાળમાં ફસાયા હોવાની આશંકા

Meerut: ઉત્તર પ્રદેશના મેરઠના લોહિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારના મોહલ્લા ઝાકિર કોલોનીમાં શનિવારે સાંજે વરસાદના કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી, જેમાં પરિવારના લગભગ 15 લોકો દટાઈ ગયા હતા. આજે રવિવારે સવારે 3 વાગ્યા સુધી લગભગ 10 કલાક સુધી ચાલેલા બચાવ અભિયાનમાં 11 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર 6 લોકોના મોત થયા છે. હજુ પણ 4 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

શનિવારે સાંજે 5 વાગ્યાના સુમારે આ ત્રણ માળનું મકાન એટલી ઝડપે ધરાશાયી થયું કે ઘરમાં હાજર લોકોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો. આ વાત આ વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગઈ અને થોડી જ વારમાં હજારો લોકોનું ટોળું ઘટનાસ્થળે પહોંચવાનું શરૂ કર્યું. પરંતુ હજારો લોકોનું ટોળું એક બીજા ઉપર ભારે ટેન્કરોના થર સામે લાચાર રહ્યું અને નીચે દટાયેલા લોકોને બચાવવામાં નિષ્ફળ રહ્યા.

માહિતી મળતાની સાથે જ અનેક પોલીસ સ્ટેશનના પોલીસ અને ફાયર સર્વિસના જવાનો આવી પહોંચ્યા હતા અને સ્થાનિક નાગરિકો સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી. મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તાર ઝાકિર કોલોનીની સાંકડી શેરીઓના કારણે જેસીબી જેવા મશીનો સ્થળ પર પહોંચી શક્યા ન હતા. તેથી બચાવ કામગીરી જાતે હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં વરસાદથી તબાહી, 5 લોકોના મોત; પાણીમાં ડૂબ્યુ ગંગાઘાટ